ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/રા. બા. ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ પંડ્યા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રા. બા. ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ પંડ્યા, બી. એ.

એઓ જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ, સુરતના વતની અને એમનો જન્મ સુરતમાં સન ૧૮૬૭માં થયો હતો. એમના પિતાનું નામ શ્રી કૃષ્ણાનંદ અને માતાનું નામ અ. સૌ. વિજ્યાગૌરી હતું. એમનું લગ્ન પંદરમા વર્ષે સદ્‌ગત અ. સૌ. પ્રસન્નવિદ્યાગૌરી સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી સુરતમાં લીધી હતી અને કૉલેજ અભ્યાસ સામળદાસ કૉલેજ—ભાવનગરમાં કર્યો હતો. તેઓ મુંબાઈમાં સેક્રેટરિયટમાં સીનીયર એસિસ્ટન્ટ સેક્રેટરીના ઓદ્ધે ચઢ્યા હતા; સને ૧૯૧૮માં એમને સરકાર તરફથી રાવબહાદુરનો ખેતાબ આપવામાં આવ્યો હતો. સન ૧૯૨૨માં નિવૃત્ત થઈ હાલ સુરતમાં વાનપ્રસ્થ જીવન ગાળે છે અને ધાર્મિક પ્રવૃત્તિમાં વિશેષ રસ લે છે. ૧. ઋગ્વેદીય સંસ્કારિકા સન ૧૯૨૫ ૨. પંચાક્ષર મુક્તાવલી ,, ૧૯૩૧ ૩. પરમેશ્વરનું મહત્વ ,, ૧૯૩૨ ૪. વડનગરા નાગર ગરબાવળી ,, ૧૯૩૩

: : એમની કૃતિઓ : :

ઋગ્વેદીય સંસ્કારિકા સન ૧૯૨૫
પંચાક્ષર મુક્તાવલી  ”  ૧૯૩૧
પરમેશ્વરનું મહત્વ  ”  ૧૯૩૨
વડનગરા નાગર ગરબાવળી  ”  ૧૯૩૩