ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/હાજી ગુલામઅલી હાજી ઈસ્માઈલ (‘રહીમાની’)
હાજી ગુલામઅથી હાજી ઇસ્માઈલનો જન્મ મુંબઈમાં સંવત ૧૯૨૦માં થએલો. તેમનાં માતાનું નામ જાનબાઈ. તેમનું મૂળ વતન શીહોર હતું, હાલમાં ભાવનગર છે. તે ખોજા શીઆહ ઈશનાઅશરી કૉમના છે. તેમણે કેળવણી મુખ્યત્વે મુંબઈમાં લીધેલી. તેમનું પ્રથક પુસ્તક ‘નૂરે હિદાયત' સં ૧૮૪૨માં બહાર પડેલું તેમનું એક જાણીતું પુસ્તક ‘મુસલમાનો અને ગુર્જર સાહિત્ય' છે. પંચાવન વર્ષથી તેઓ અરબી, ફારસી, ઉર્દૂમાંથી ગુજરાતી ભાષાંતર કરીને નાનાંમોટાં પુસ્તક પ્રસિદ્ધ કરે જે મુખ્યત્વે ઈસલામ ધર્મનાં છે. એકાવન વર્ષથી ‘રાહે નજાત' નામનુ માસિક પત્ર તેમના તંત્રીપણા હેઠળ પ્રસિદ્ધ થાય છે. વચમાં ૨૭ વર્ષ સુધી 'નૂરે ઇમાન' અને ૧૩ વર્ષ સુધી 'બાગે નજાત' નામનાં માસિક પત્રો પણ તે પ્રસિદ્ધ કરતા હતા. ગુજરાતી અક્ષરોમાં 'કુરાને શરીફ' ગુજરાતી તરજૂમા સાથે તેમણે બહાર પાડેલું છે તેનો બહોળો પ્રચાર થયો છે. તેમનાં પત્નીનું નામ સકીનાબાઈ. તેમને ત્રણ પુત્રો છે જેમાંના મોટા વેપાર કરે છે અને બીજા બે પુત્રો ‘રાહે નજાત'નું તંત્ર તથા વ્યવસ્થા સંભાળે છે તે ઉપરાંત તેમને પાંચ પુત્રીઓ છે.
***