ચંદ્રવદન મહેતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

મહેતા ચંદ્રવદન ચીમનલાલ, ‘ચં. ચી. મહેતા' (૬-૪-૧૯૦૧): કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૪માં મુંબઈ ઍલિફન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩થી ૧૯૩૬ સુધી મુંબઈની. ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક. મુંબઈ તેમ જ અમદાવાદ ‘આકાશ વાણી’ના નિયામક. નિવૃત્તિ બાદ મ. સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટવિભાગ સાથે સંલગ્ન. વિદેશના વાસપ્રવાસે અનેક દેશોની નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખક, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાયતંત્રના. નિષ્ણાતોના પરિચયમાં. આજે નાટ્યકલાના વિશ્વવિખ્યાત તદ્વિદ. ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ફૉર્બસ ગુજરાતી. સભાના પ્રમુખ. ૧૯૩૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૨ ૪૬ નો નર્મદચંદ્રક. ૧૯૫૦માં કુમારચંદ્રકનો અસ્વીકાર. ૧૯૭૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર. મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષથી સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથા–એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિ સંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે. રંગભૂમિની સૂઝથી લખાયેલાં, તખતાને જીવંત કરતાં એમનાં નાટકોની સંખ્યા મોટી છે ને એમાં વૈવિધ્ય પણ છે. જેડી, કોમેડી, ફારસ, ભાંડભવાઈ ઉપરાંત ઐતિહાસિક, સામાજિક, પૌરાણિક તેમ જ જીવનચરિત્રવિષયક સામગ્રીને એમણે ઉપયોગ કર્યો છે. નાટકકાર તરીકેની એમની સિદ્ધિ હાસ્યરસમાં છે અને હાસ્યરસમાં પણ એમને અટ્ટહાસ વિશેષ ફાવે છે. એમણે ઓગણત્રીસ જેટલા નાયગ્રંથો આપ્યા છે : ‘અખો' (૧૯૨૭), ‘મૂંગી સ્ત્રી' (૧૯૨૭), ‘અખા વરવહુ અને બીજાં નાટકો' (૧૯૩૩), ‘આગગાડી' (૧૯૩૩), ‘રમકડાંની દુકાન' (૧૯૩૪) ‘નર્મદ' (૧૯૩૭), ‘નાગાબાવા’ (૧૯૩૭), ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો' (૧૯૩૭), ‘સીતા’ (૧૯૪૩), ‘શિખરિણી' (૧૯૪૬), ‘પાંજરાપોળ' (૧૯૪૭), ‘મેના પોપટ અથવા હાથીઘોડા' (૧૯૫૧), ‘રંગભંડાર' (૧૯૫૩), ‘સોના વાટકડી' (૧૯૫૫), ‘માઝમરાત' (૧૯૫૫), ‘મદીરા’ (મિડિયા) (૧૯૫૫), ‘કિશોર નાટકો' ભા. ૧-૨ (૧૯૫૬), ‘હોલિકા' (૧૯૫૭), ‘કપૂરનો દીવો' (૧૯૬૦), ‘પરમ માહેશ્વર' (૧૯૬૦), ‘સતી' (૧૯૬૦), ‘કરોળિયાનું જાળું(૧૯૬૧), ‘શકુંતલા અથવા કન્યાવિદાય' (૧૯૬૬), ‘ધરાગુર્જરી (૧૯૬૮), ‘અંદર અંદર (૧૯૬૯), ‘અબોલા રાણી' (૧૯૭૨), ‘સંતાકૂકડી' (૧૯૭૨), ‘ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ' (૧૯૭૪), ‘અંતર-બહિર અને બીજાં નાટકો' (૧૯૭૫). એમની કવિતામાં એક બાજુ બળવંતરાય ઠાકોરના કાવ્યાદર્શન સ્વીકાર અને બીજી બાજુ ભગિનીપ્રેમના છદ્મ ભાવાવેગની સંદિગ્ધતાને પુરસ્કાર છે. ‘યમલ' (૧૯૨૬)માં ચૌદ સોનેટનો સંચય છે. ‘ઇલાકાવ્યો' (૧૯૩૩)માં યમલનું પુનઃમુદ્રણ અને કંચનજંઘાની સૌનેટમાલા સમેત કુલ પાંત્રીસ સૌનેટ છે. ચાંદરણાં' (૧૯૩૫) બાલગીતસંગ્રહ છે તે ‘રતન' (૧૯૩૭) સળંગ પૃથ્વી છંદમાં ૧,૬૩૬ પંકિતનું કથાકાવ્ય છે. આ કાવ્યમાં બહેન રતનનો ત્યાગ અને એનું મૃત્યુ નિરૂપાયાં છે. રૂડો રબારી’ (૧૯૪૦) કથાકાવ્ય પછી રડી રે શિખર રાજા રામનાં' (૧૯૭૫)માં એમનાં વીસ જેટલાં પ્રતિનિધિકાવ્યો છે, જેમાં ‘ઓ ન્યૂયોર્ક', કોલકિવલ ગુજરાતીમાં કવિતા' જેવી રચનાઓ વિશિષ્ટ છે. ‘ખમ્મા બાપ' (૧૯૫૮) અને ‘વા ચકરાવા' (૧૯૬૭) કથા. સંગ્રહો છે; તો ‘મંગલમયી' (૧૯૭૫)માં ત્રણ સત્યકથાઓ સંચિત થયેલી છે. એમણે ‘જીવતી પૂતળીઓ’ નવલકથા પણ આપી છે. નાટ્યકાર પછી એ લેખકનું સૌથી બળુકું અંગ ગદ્યકારનું છે. પ્રશિષ્ટ છટાચો ને તળપદા સ્તરોથી પ્રગટતી ભાવભંગીઓ સાથે વ્યક્તિત્વનો પ્રબળ અંશ સામિલ કરી જીવંત પુદગલ રચતું એમનું ગદ્ય એમની આત્મકથાઓમાં ને પ્રવાસકથાઓમાં જોઈ શકાય છે. એમની વિવિધ ગઠરિયાં વિવિધ વિષયસંદર્ભે ટેલી વિશેષ ભાષા ગયાં છે : ‘બાંધ ગઠરિયાં' ભા. ૧-૨ (૧૯૫૪), ‘છાડ ગઠરિયાં (૧૯૫૬), ‘સફર ગઠરિયાં' (૧૯૫૬), ‘ભમિયે ગુજરાતે ન રેલપાટે ન વાટે' (૧૯૬૨), ‘રંગ ગઠરિયાં' (૧૯૬૫), ‘રૂપ ગઠરિયાં' (૧૯૬૫), ‘નાટ્ય ગઠરિયાં' (૧૯૭૧), ‘અંતર ગઠરિયાં-ભા. ૧-૨ (૧૯૭૩), ‘પૂર્વ ગઠરિયાં' (૧૯૭૬) અને ‘ગાંઠ બંધનિયાં' (૧૯૭૬). એમણે નાટ્યમર્મજ્ઞ તરીકે જે કેટલાંક નિરીક્ષણ કર્યું છે એમાં થિયેટરથી માંડી નાટકની ભજવણી સુધીની વિચારણા સાથે વિદેશની નાટ્યસૃષ્ટિનો અનુભવ ભળેલો છે. એમના નાટ્યવિવેચક વિવેચનના. ગ્રંથોની સંખ્યા અગિયાર જેટલી છે: કવિ શ્રી નાનાલાલનાં નાટકો અને અકબરશાહની રંગભૂમિ પર રજૂત' (૧૯૫૯), નાટક મજવતા' (૧૯૬૨), ‘લિરિક' (૧૯૬૨), ‘લિરિક અને લગરિક' (૧૯૬૫), નારંગ' (૧૯૭૩), ‘અમેરિકન થિયેટર' (૧૯૭૪), યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ' (૧૯૭૪), ‘જાપાનનું થિયેટર (૧૯૭૫), ‘વા' (૧૯૭૫), એકાંકી : ક્યારે ક્યાં અને કેવાં ઉપરાંત બીજા નાટ્યવિષયક લેખો' (૧૯૭૫). એમનું અંગ્રેજી પુસ્તક ‘બિબ્લિોગ્રાફી ઑવ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્લેઝિસ’ ભા. ૧, ૨ (૧૯૬૪, ૧૯૬૫) નાટ્યસંશોધનનો ગ્રંથ છે. આ ગ્રંથ દ્રારા યુરોપના નાટ્યક્ષેત્રે એમની પ્રસિદ્ધિ થઈ. એમાં ૧૯મી અને ૨૦મી સદીમાં ભારતમાં ભજવાયેલાં લખાયેલાં નાટકોની સાલ, કર્તા, પાત્રવાર યાદી એમણે દશ વર્ષની મહેનતથી તૈયાર કરેલી છે. એમના બીજા પ્રકીર્ણ ગ્રંથોમાં રેડિયો રૂપકે, ‘પ્રેમનો તંત', ‘નવભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈના જીવન પર બાર રૂપકો' વગેરેનો સમાવેશ થાય છે.