ચૂંદડી ભાગ 1/40.બાઈ રે સાવ રે સોનાનો સારો દીવડો (મામેરું)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


40

પરંતુ ઘણી ઘણી વાટ જોતાંયે ભાઈ ન આવ્યો. નણંદ મેણાં દેવા મંડી : બેન તો આકુળવ્યાકુળ થઈને ડેલી બહાર દોડે છે. દૂર દૂર રસ્તા ઉપર નજર કરે છે. શરીરે પરસેવો ઊતરે છે. ત્યાં તો કોઈએ વધામણી દીધી કે તમારો ભાઈ આવ્યો :

બાઈ રે સાવ રે સોનાનો સારો દીવડો
એને દીવડીએ રંગ રૂપાના મોર
સોહન દાંડીનો દીવડો
બાઈ રે દીવડો મેલાવો મોટે માંડવે રે
ત્યાં ચડી બેસજે મારો દેર ને જેઠ. — સોહન.
નણદી મચકો કરીને બોલ્યાં રે
ભાભી! નો આવ્યો તારો લોભી વીર. — સોહન.

આવાં મેણાં ખાતી સ્ત્રીની કેવી દશા આલેખી છે! કમખાની કસ છૂટી પડી છે. વાળનો અંબોડો વિખરાયેલો છે. અને મોંનાં તંબોળ-ટીપાં છેક છાતીએ ઊતર્યાં છે.

બાઈ રે કસું રે છૂટી ને વેણું મોકળી
મારે હૈડે રે કાંઈ ઊતર્યો તંબોળ. — સોહન.

દેર વધામણી લાવે…
ભાભી! આવ્યો રે તારો માડીજાયો વીર. — સોહન.
બાઈ કસું રે બાંધી ને વેણું ઠાંસિયું
જી રે મારે હૈડે હરખ ન માય. — સોહન.