ચૂંદડી ભાગ 1/44.ઝલ રે મગિયાનો ઝલ રે સિવડાવો (પસ વેળા)
Jump to navigation
Jump to search
44.
એ લાડડીને લેવા જવા માટે શણગારની સજાવટો થવા લાગી. નવાં વસ્ત્રાભૂષણો પહેરતાં મન કેવી રીતે મલકાઈ ઊઠે, અંગો કેવા મદ વડે મરડાવા લાગે, તેનો હૂબહૂ ચિતાર જોઈએ :
ઝલ રે મગિયાનો ઝલ રે સીવડાવો
ઝલ રે સીવડાવો
દોરંગી વેતરાવો.
કેડ મરડીને પે’રો રે …બાઈ
પે’રો રે …બાઈ
વીરનાં મન મોશે.
વીર …ભાઈ આની કોર જોશે!
ઓલી કોર જોશે!
લળી લળી મોઢા સામું જોશે!