ચૂંદડી ભાગ 1/81.મેં તો હરખે ચાંપલિયો રોપાવિયો (કન્યા વળાવતાં)
Jump to navigation
Jump to search
81
માતા અફસોસ કરી રહી છે કે મારી ચંપાકળી મેં અંતરનાં અમૃત પાઈને ઉછેરી, ને આજ તો એ પારકાને હાથે ચૂંટાઈ ગઈ : ત્યારે સામે વરની માતા પણ રમૂજી ફરિયાદ મૂકે છે કે મારા પુત્રને ય પારકી જણીએ વશ કરી લીધો.
મેં તો હરખે ચાંપલિયો રોપાવિયો રે
મારો ઉછેરતાં ભવ જાય,
ફૂલડાં વેળાએ માળી લઈ ગયા રે!
મેં તો હરખે ને લાડવઈ1 મોટાં કર્યાં રે;
મારો ઉછેરતાં ભવ જાય,
કામની વેળાએ જમાઈ લઈ ગયા રે!
મેં તો હરખે ને જિયાવર મોટા કર્યા રે;
મારો ઉછેરતાં ભવ જાય;
કમાઈ વેળાએ વહુએ વશ કર્યા રે!