ડોશીમાની વાતો/શબ્દકોશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શબ્દકોશ


અબળખા : વાંછના
અરણા પાડા : જંગલી પાડાની જાત
અંતરવાસ (પાઘડીનો છેડો નાખવો) : કોઈ દેવ-દેવીનાં દર્શન સમયે પાઘડીના છેડાને ગળે વીંટવાનો નિયમ છે.
આડ્ય : તિલક
આરડ બોરડ કેરડ : બોરડી અને કેરડાં જેવાં કાંટાવાળાં ઝાડ.
એકદંડિયો (રાજમહેલ) : એક જ સ્તંભ ઉપર ચણેલો
ઓધાન : ગર્ભ
ઓડ્ય : ગરદન
કથોરું : ખરાબ
કંધૂર : ગરદન
કાજળિયો : પાણીનો કૂંજો
કાઠું : ઊંચાઈ
કાંટે આવવું (ડિલ) : શરીરમાં ચેતન આવવું.
ખોપ : પહાડોના પથ્થરમાં પોલાણની જગ્યા
ગદરવું : ગુજારો કરવો
ગપત : ગુપ્ત, અદૃશ્ય
ગલોલી : ગોળી
ગંધ્રવ : ગાંધર્વ
ગેંદલ : મોટું
ઘડિયાં (લગ્ન) : તાત્કાલિક
ઘેરેઘેરા : ટોળાં
ઝરડકી : ગર્જના
ઝંઝરી : ધાતુનો હોકો
ઝાળનો ઢૂવો : ઝાળ નામનું ઝાડ થાય છે તેનું ઝુંડ
ટોયલી : બાળકને દૂધ પિવડાવવાનું વાસણ
ટોવું : ધીરે ધીરે પિવાડવું
ઠણકાવવું : પ્રહાર કરવો
ડણકવું : સિંહ જેવી ગર્જના કરવી
ડામણી : લોઢાની સાંકળ જેવું હથિયાર
ડાર (સૂવરનું) : કુટુંબ-ટોળું
ડાળોવાટો : કચ્ચરઘાણ
ડામડી પીટવી : ઢોલ વગાડીને ઢંઢેરો ફેલાવવો
ડિલ : શરીર
તંગલ : તરવાર
તીતીભીતી : ઉથલપાથલ
તીરડો : તીર
ત્રસિંગ : (ત્રણ શીંગડાવાળો) સિંહ
ત્રાઠી : ત્રાસેલી
થાન : સ્તન
દઠદમંગળ : પ્રચંડ
દેહીકાળ : આયુષ્યનો અંત
ધરબવો : ઠાંસીને ભરવો
ધુકાર : મોટું
ધ્રાશકો : ભયની લાગણી
નવાલા : કોળિયા
નામચા : નામના
નુગરો : ગુરુ વિનાનો
પડો વજડાવવો : ઢંઢેરો ટિપાવવો
પાટકે : આથડે
બાજંદો : બાહોશ
બાનડી : દાસી
બાબરકાં : ટૂંકા વાળ
બૂરવું (સમુદ્ર, કૂવો) : ડૂબી મરવું
બેલાડ્યે બેસાડવું : ઘોડા ઉપર એક અસવારની પાછળ બીજો બેસે, તે બેલાડ્યે બેઠેલ કહેવાય
ભરફોડિયો : હલકી જાતનો સર્પ
ભંડારવું : દાટવું
મનખો : મેદની
માણેકલટ : ઘોડાના કપાળ પર ઝૂલતા વાળનો ગુચ્છ
માલીપા : માંહે
મીંઝરી : માંઝરી
મીંદડી : વહાણનું લંગર
મેલડી : એ નામની આસુરી દેવી
મોકળા : છૂટા
મોવાળા : વાળ
રવદ : શરત
રામરામિયું : રામ રામ
રોંઢો : મધ્યાહ્ન પછીનો નાસ્તો
લાળ્ય : પોકાર (શિયાળના)
લીલાં કંઝાર : લીલાંછમ
વધેરવું : કાપવું
વાટપાડિયા : માર્ગમાં લોકોને સતાવનારો
વાઢાળો : સરાણિયો
વીવા વાઝમ : વિવાહ ઇત્યાદિ મંગળ અવસર
વેણ્ય : પ્રસૂતિ સમયે પેટની પીડા
સફરા (નદી) : ક્ષિપ્રા (ઉજ્જૈનને પાદર)
સમદરપેટો : ઉદાર હૃદયવાળો
સાંબેલાં રોડવવાં : ગપ્પાં મારવાં
સ્વાત : સ્વાતિ (નક્ષત્ર)
સોથ : નાશ
હમેલ્ય : ખભે રાખવાનો સોનેરી પટો
હરડિયો : ગળાનું હાડકું
હોડ : શરત