નયન હ. દેસાઈની કાવ્યસંપદા/આ ઢળતી સાંજે...

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આ ઢળતી સાંજે

આ ઢળતી સાંજે છાતી વચ્ચેથી અમને ઝરણું, હરણું કૂંધ,
ગીરવે મૂકયા શ્વાસ અમારા મહેકી ઊઠયા રજસ્વલા કો’ ફૂલને સૂંઘ્યું,
ચલો! સાહ્યબા, બીજા ખેલનો ત્રીજા ખેલનો
પરદો ઊંચકે બીજી ઘંટડી ત્રીજ ઘંટડી....

સોનાની સળીઓ વચ્ચેથી પોપટનાં ડૂસકાં રણઝણતાં સૂના મહેલમાં,
પાણીને આઘાત લાગતાં બની જાય પરપોટો એના બીજા ખેલમા,
પછી આંગળી ચીતરે પીપળો અથવા સૂરજ તો પણ રહો આંગળી,
ચલો! સાહ્યબા, બીજા ખેલનો ત્રીજા ખેલનો
પરદો ઊંચકે બીજી ઘંટડી ત્રીજ ઘંટડી....

તમે સાહ્યખા, આંસુને કરવતથી વહેરો ને બાંધો ઝાકળિયો ચહેરો,
માસ્ટર મુન્નો વન્સમોરની ગાંઠ ઉકેલે એમ ઊકલતો જાય પહેરો
પછી આખરી સીનમાં તું ગોળી મારે ને પડી જાઉં હું બની બ્હાવરી,
ચલો! સાહ્યબા, બીજા ખેલનો ત્રીજા ખેલનો
પરદો ઊંચકે બીજી ઘંટડી ત્રીજ ઘંટડી....