નિરંજન ભગતના અનુવાદો/એકોત્તરશતી
Jump to navigation
Jump to search
એકોત્તરશતી
[બંગાળી | ૧૯૬૩ | એકોત્તરશતી]
ભૂમિકા
રવીન્દ્રનાથની શતાબ્દી નિમિત્તે સાહિત્ય અકાદેમી, દિલ્હી, દ્વારા રવીન્દ્રનાથનાં ૧૦૧ કાવ્યોનો ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરવાનો પ્રકલ્પ હાથમાં લેવાયો હતો. તે અંતર્ગત ગુજરાતીમાં જે અનુવાદ થયો તે ૧૯૬૩માં એકોત્તરશતી તરીકે પ્રગટ થયો. તેમાં ઉમાશંકર જોશી (૧૫ કાવ્યો), નગીનદાસ પારેખ (૪૪ કાવ્યો), નિરંજન ભગત (૮ કાવ્યો), રમણલાલ સોની (૧૯ કાવ્યો) અને સુરેશ જોશીએ (૧૫ કાવ્યો) પસંદ કરેલાં કાવ્યોનો ગદ્યાનુવાદ કરેલો. પુસ્તકનું પ્રકાશન સાહિત્ય અકાદેમી, દિલ્હી દ્વારા થયું હતું.