પૂર્વાલાપ/૩૬. સ્નેહ માટે સ્વર્ગત્યાગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૬. સ્નેહ માટે સ્વર્ગત્યાગ


[મિસિસ બ્રાઉનિંગના એક કાવ્ય ઉપરથી]

સખે! એવું છે શું? મરણ મુજ શું સત્વર થતાં,
તને ઓછું આવે કંઈ પણ પછી જીવન મહીં?
અને શું આ મારે શિર કબરમાં ભેજ પડતાં
તને ઝાંખાં લાગે રવિકિરણ — કાલાંતર અહીં?
સદા તારી, તોયે હૃદયગત આવી થઈ શકું,
નહીં એ જાણેલું : તદપિ ક્યમ હાવાં જઈ શકું?
અરે! મૂકી દે રે મરમ પરથી, જીવ! મમતા!
અને હાવાં, પ્રેમી! પ્રણય વરસાવી નયનથી,
પ્રિયાની સામે જો; શ્વસન કર મારા મુખ પરે!
અને જે બાલાઓ પરમ પદવી અર્પણ કરે,
જમીનોની સાથે, પ્રણયસુખની ખાતર મથી,
કરું હુંયે તેવું : કબર દઈ આપી, જગતમાં
રહું તારી સાથે, નયન પરનું જિન્નત તજી.

Is it indeed so? If I aly here dead,
Wouldest thou miss any life in losing mine?
And would the sun for thee more coldly shine.
Because of grave — damps falling round my head?
I marvelled, my Beloved, when I read
Thy thought so in the letter. I am thine-
But… so much to thee? Can I pour thy wine
While my hands tremble? Then my soul, instead
Of dreams of death, resumes life’s lower range!
Then, love me, Love! Look on me… breath on me!
As brighter ladies do not count it strange,
For love, to give up acres and degree,
I yield the grave for thy sake, and exchange
My near sweet view of Heaven, for earth with thee!