બીડેલાં દ્વાર/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન


એ મથાળું શાને?



[પહેલી આવૃત્તિ]

‘બીડેલાં દ્વાર’ એ મથાળા નીચે આ વારતા પાંચેક વર્ષ પર ‘જન્મભૂમિ’માં માંડી હતી : એ મથાળા પાછળ ભાવ એવો હતો કે સંવનન, ગર્ભાધાન અને પ્રજનનની ક્રિયાઓનાં જ્ઞાન-દ્વાર લજ્જાને કારણે આપણા નવપરિણીત યુવાનોની આંખો સામે બિડાઈ રહેલાં પડ્યાં છે. વારતાનો ઉત્તરખંડ તો તે પછી લખાયો, અને તેને પણ ‘બીડેલાં દ્વાર’નું જ મથાળું આપ્યું — એક દૃષ્ટિએ એ પણ સુસંગત છે, કેમકે પાછલાં પ્રકરણો પણ સંસારી જ્ઞાનનાં કેટલાંક બીડેલાં દ્વારને જ ખોલનારાં બને છે.
22–7–’39 ઝવેરચંદ મેઘાણી


[બીજી આવૃત્તિ]

લગ્નભેટ તરીકે આ પુસ્તક વપરાય છે એ મેં જોયું છે. જિન્સી તેમજ સંસારી જીવન-સમસ્યાઓને ગૌરવસ્થાને મૂકવા મથતી આ સાચી બનેલી દંપતી-કથા બીજી આવૃત્તિમાં પ્રવેશે છે એ મારા હર્ષની વાત છે.
રાણપુર : 19–7–’43 ઝવેરચંદ મેઘાણી

[ત્રીજી આવૃતિ]

‘બીડેલાં દ્વાર’ ત્રીજી આવૃત્તિમાં પ્રવેશ કરે છે એ ગુજરાતી વાચક-આલમનો મારી કૃતિઓ પ્રતિનો અનુરાગ બતાવે છે. ગુજરાત તરફથી સતત મળતા રહેલા આ પ્રોત્સાહને મને હમેશાં ગતિમાન અને સ્ફૂર્તિમાન રાખ્યો છે.

         આ કૃતિનો વિગતવાર પરિચય મેં ‘અનુવચન’ નામથી છેડે આપ્યો છે. તે તો વાચકો આ પુસ્તક વાંચી ગયા પછી જ જુએ એમ ઇચ્છું છું.
અમદાવાદ : 1946 ઝવેરચંદ મેઘાણી