ભરત વિંઝુડાની ગઝલસંપદા/સંપાદકનો પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદક-પરિચય
Kesar Makvana.jpg


નામ : કેસર મકવાણા
જન્મઃ ૧૦/૦૯/૧૯૬૬
વતનઃ ગામઃ મિતિયાજ, તા. કોડીનાર, જિ.ગીર સોમનાથ
અભ્યાસઃ સ્નાતક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ૧૯૮૮
અનુસ્નાતક, સરદાર પટેલ યુનિવર્સિટી, ૧૯૯૦
વિદ્યાવાચસ્પતિ, ભાવનગર યુનિ., ૧૯૯૮
વ્યવસાયઃ નવેમ્બર ૧૯૯૦થી સાવરકુંડલાની શ્રી વી.ડી. કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવાઓ આપીને ૧૫ જૂન, ૨૦૨૧થી સ્વૈચ્છિક સેવાનિવૃત્ત.

‘ગ્રામજીવનની સાઠોત્તરી ગુજરાતી નવલકથા’ જેવા જટિલ વિષયમાં ખંતથી પીએચ.ડી. કરીને પોતાની અભ્યાસનિષ્ઠાનો પરિચય આપ્યા પછી સાહિત્ય વિવેચનક્ષેત્રે ધીમી ગતિએ પણ સાતત્યપૂર્વક કામ કરતાં ૬ સાહિત્ય વિવેચન-સમીક્ષાનાં ને ૪ સંપાદનનાં પુસ્તકો આપ્યાં છે.

(૧) ગ્રામજીવનની સાઠોત્તરી ગુજરાતી નવલકથા (૨૦૦૧, ૨૦૧૬, ૨૦૨૦)
(૨) પરિમિત (૨૦૦૯)
(૩) પરિસર (૨૦૧૫)
(૪) દલિતાયન (૨૦૧૫)
(૫) સમાંતર (૨૦૨૨)
(૬) કાવ્યમર્મ (૨૦૨૩)

સંપાદનઃ-

(૧) નાનાભાઈ હ. જેબલિયા : વ્યક્તિ અને વાગ્મય (૨૦૧૨, ૨૦૨૫)
(૨) અમે પાદરમાં ઝાટકે ખરેલાં (નાનાભાઈ હ. જેબલિયાની બલિદાન કથાઓ) (૨૦૧૪)
(૩) કાવ્યોપ્ નિષદ (મંગળ રાઠોડનાં ચૂંટેલાં કાવ્યો) (૨૦૨૨)
(૪) વિવેચક સુન્દરમ્ (‘સમગ્રમાંથી સઘન વિવેચનશ્રેણી’) એકત્ર ફાઉન્ડેશન (૨૦૨૫)

અધ્યાપક તરીકેની સેવા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિ.માં ગુજરાતી વિષયનાં પીએચ.ડી.ના એમના માર્ગદર્શનમાં ૧૨ શોધાર્થીઓએ પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે. ઉપરાંત સાહિત્યના લગભગ દરેક સામયિકમાં લેખો પ્રગટ થયા છે અને હજી પણ થતાં રહે છે. સાહિત્યિક કાર્યક્રમો અને અન્ય પ્રતિષ્ઠિત મંચ જેવા કે ‘મનોજ પર્વ’, ‘અસ્મિતા પર્વ’ ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદો પરથી અનેક વકતવ્યો પણ આપ્યા છે.

હાલનું સરમાનુંઃ એ-૪૦૨, હિમાલયા સ્કાઈઝ
હિમાલયા મૉલની પાછળ, ઈસ્કોન મેગાસિટી,
ભાવનગર-૩૬૪ ૦૦૨