મંગલમ્/કામ કરો
કામ કરો
કામ કરો ભાઈ કામ કરો
ભાઈ ગાતાં ગાતાં કામ કરો
થઈ હાકલ વીર જવાહરની
કે સબ આરામ હરામ કરો…
કોઈ ખેતરને બાંધો પાળા
બાંધો નદીઓ બાંધો નાળાં
આળસને ને અપલક્ષણને
છેટેથી જ સલામ કરો…
મળી મોંઘા મૂલની આઝાદી
તો કરો મલકની આબાદી
ચરખાને ઘંટીને નાદે
ગુંજતું ગામે ગામ કરો…
ભાઈ ત્રિકમ, તગારાં, કોદાળી
હળ, દાતરડાં ને પંજેઠી
એ સાચાં ભાગ્યના ભેરુ
દિલથી એની શાન કરો…
રે માનવીની મહેનત તોલે
બીજું કાંઈ શું આવે
રે બેસે એના બાર વાગે…કામ કરો.