મંગલમ્/વહેલી સવારે…
વહેલી સવારે…
વહેલી સવારે દૂર દૂર કિનારે,
કોણ જાગીને જાયે આજે?… વહેલી…
ઉદય કાળે સોનેરી ધારે,
કોણ જાગીને જાયે આજે?… વહેલી…
મંદ સમીરે પગલે ધીરે,
કોણ જાગીને જાયે આજે?… વહેલી…
વર્ષાની ધારે નભને ગોખે,
કોણ જાગીને જાયે આજે?… વહેલી…
કલ્પના મારી દૂર દૂર કિનારે,
જાગી જાગીને જાયે આજે… વહેલી…
— નાગજી દેસાઈ