મંગલમ્/વાટડી ખોવાતી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વાટડી ખોવાતી

રાધાની વાટડી ખોવાતી રે
કા’નાની વાટડી ખોવાતી રે…(૨)

હે… ઝાંઝર તો ઝમઝમ! ધરતી તો ધમધમ…(૨)
રાધિકા એકલ જાતી! કાલિન્દી જલ છલકાતી
વગડાની વાટમાં અથડાતી રે… રાધાની…

હે… અટવાતી કેડી મારી (૨) સાથમાં ન તેડી તારી (૨)
યમુનાને આરે ગાતે, વ્રજને સથવારે ગાતે!
લે’રીલી ચૂંદડી લહેરાતી રે… રાધાની…

હે… કદમના ઝાડ પર ગૌધનિયા પહાડ પ૨ (૨)
સરગમ બંસીના બાજે! પડઘમ ઢોલકના ગાજે!
મંડપમાં રાસલીલા થાતી રે… રાધાની…

હે… રાધાના સાથમાં ને કા’નાના સંગાથમાં (૨)
શ્યામલની બંસી છાની! રાધાની ઠમકી પાની!
કાનાની આંખડી મલકાતી રે
રાધાની આંખડી ચમકાતી રે… રાધાની…