મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૧.ગણપતિ-માધવાનલ-કામકંદલા દોગ્ધક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૧.ગણપતિ-માધવાનલ-કામકંદલા દોગ્ધક

ગણપતિ(૧૬મી સદી) આ વિદગ્ધરસિક કવિની રતિ-શંૃગારકેન્દ્રી પદ્યવાર્તા ‘માધવાનલ-કામકંદલા-દોગ્ધક’ મધ્યકાળની ઉત્તમ કૃતિઓમાંની એક છે.

‘માધવાનલ-કામકંદલા દોગ્ધક’-માંથી

૧. કામકંદલાનો પ્રેમોદ્ગાર
પુપ્ફિં પરિમલ ઇક્ષુ રસ, દૂધ માંહિ ઘૃત જેમ;
સુણિ પ્રીઊડા! તિમ માહરઇ પંજરિ પસરિઉ પ્રેમ.

નીલ પટઉલે ચોલના રંગતણી પરિ જેમ;
સુણિ પ્રીઊડા! તિમ માહરઇ પંજરિ પસરિઉ પ્રેમ.

ત્વચા રક્ત મજ્જા–માંહિ અસ્થિ ગૂઢ છઇ જેમ;
સુણિ પ્રીઊડા! તિમ માહરઇ પંજરિ પસરિઉ પ્રેમ.

નાર યથા મણિહારમાંહિ, રસ તુઅરમાંહિ જેમ;
સુણિ પ્રીઊડા! તિમ માહરઇ પંજરિ પસરિઉ પ્રેમ.

કાજલ માંહિ કાલિમા, રગતિ રાતડિ જેમ;
સુણિ પ્રીઊડા! તિમ માહરઇ પંજરિ પસરિઉ પ્રેમ.

નીરિ નીર નિરંતરિઉં, ક્ષીરિં ક્ષીર જ જેમ;
સુણિ પ્રીઊડા! તિમ માહરઇ પંજરિ પસરિઉ પ્રેમ.

લોહડા માંહિ લીન થ્યુ, પાવક પ્રસરઇ જેમ;
સુણિ પ્રીઊડા! તિમ માહરઇ પંજરિ પસરિઉ પ્રેમ.

સ્વાદ ક્રિયાલઇ, તકલ તલઇ, જલ માંહિં શીત જેમ;
સુણિ પ્રીઊડા! તિમ માહરઇ પંજરિ પસરિઉ પ્રેમ.

સોનૂં-રુંપૂં સમ-રસ્યાં, અંતર થાય ન જેમ;
સુણિ પ્રીઊડા! તિમ માહરઇ પંજરિ પસરિઉ પ્રેમ.

વાણી બાવન વર્ણ મહિં, જગન્નાથ જગ જેમ;
સુણિ પ્રીઊડા! તિમ માહરઇ પંજરિ પસરિઉ પ્રેમ.

પ્રેમ-પનુતુ પરિ કિસી, નમવિઉ કોઈ ન ક્ષત્રિ;
સહી ન સીમા વૃદ્ધિની, કીધી ચિત્રવિચિત્ર.

પાવક કટ્ઠ-પ્રસંગથી, દાન સુ-પર્વણિ જેમ;
તિમ તનિ વદ્ધઇ માહરઇ માધવ કેરુ પ્રેમ.
બાણ યથા અર્જુન તણાં, હણૂઆ પૂછડ જેમ;
તિમ તનિ વદ્ધઇ માહરઇ માધવ કેરુ પ્રેમ.

જૂઉ વલી વયરિ કહુ, તેલ પડિઉં જલિ જેમ;
તિમ તનિ વદ્ધઇ માહરઇ માધવ કેરુ પ્રેમ.

સિઆલઇ શીત જ સરઇ, ઊંહ્નાલઇ લૂ જેમ;
તિમ તનિ વદ્ધઇ માહરઇ માધવ કેરુ પ્રેમ.

ક્રોધિં કલહુ, સ્નેહિં સગાં, વરસાલઇ જલ જેમ;
તિમ તનિ વદ્ધઇ માહરઇ માધવ કેરુ પ્રેમ.

વિત્ત વિણજઇં, સત્ત સાહસઇં, દાનઇં કીરતિ જેમ;
તિમ તનિ વદ્ધઇ માહરઇ માધવ કેરુ પ્રેમ.

આલસિ દારિદ્ર, વયર હઠિ, કુમતિ કુસંગિ જેમ;
તિમ તનિ વદ્ધઇ માહરઇ માધવ કેરુ પ્રેમ.

અભ્યસિ વિદ્યા, વિનયિ ગુણ, નૃપિ ઉત્તમ ગુણ જેમ;
તિમ તનિ વદ્ધઇ માહરઇ માધવ કેરુ પ્રેમ.

દયા ધર્મ તપ નીમથી, ઉત્તમ વાચા જેમ,
તિમ તનિ વદ્ધઇ માહરઇ માધવ કેરુ પ્રેમ.

છાયા નમાતા દીસની, જીવત જોગી જેમ;
તિમ તનિ વદ્ધઇ માહરઇ માધવ કેરુ પ્રેમ.


૨. માધવનો વિરહાલાપ

આષાઢઇ અંહર ધરણિ, મેઘ કરઇ ઇક સાથ;
હું બૂડઉ રે બપ્પડી, હેલિ! દીઇશિ ન હાથ?

વીજ લવઇ ગજજઇ ગયણ, પવન તણા પરિચાર;
ઇણિ આષાઢિ હું ડરું, દહિ દિગંતર દાર.

કાલા વાદલ ઊતરઇ, મોર કરઇ કિંગાર;
આષાઢઇ અમૃત ઝરઇ, મુઝ લાગઇ અંગાર!

શ્રાવણ સૂતાં સાલવઇ, જગાવતાં જગમાંહી;
હૂં ધ્રૂજી ધરણિ ઢલૂં, બાલ વિલાઇ બાંહિ.

તીવ્ર સ્વર તિમરી કરઇ, ભરઇ વાહુલા વાહ;
શ્રાવણ તઉ પણિ માહરઇ હૈડા ભીંતરિ દાહ!

શ્રાવણ-પાખઇ સિઉં રાહિઉં? કાં આંણિઉ? કિરતાર!
શનિ શનિ વરસઇ સરવડે, દૂરિ દહઇં મુઝ દાર.

ભાદ્રવડઇ સરોવર ભરિયાં, નીર નિરંતર હોય;
રિદયાં-ભીંતરિ હું રડું, નીર નિવારી ન કોઈ!

બાપીઅડુ ‘પ્રીઊ’ ‘પ્રીઊ’ કરઇ, કામકંદલા જેમ;
તિમ તિમ તન માહારા તણૂં ક્ષીણું થાઇ ક્ષેમ.

ભાદ્રવડઇ ભાગી મણા, ઉતપતિ અન્ન સગાલ;
કામકંદલા! તૂં-પખઇ, માહરઇ દહરિ દુકાલ!

આસો માસઇ ઊંમટિયાં ખંજન ઊજલ શ્યામ;
કાગલ જાણી વાંચતું, પચ્છિ તણાં ચિત્રામ!

આસો! આશા પૂરિ તું, નવદુર્ગાના દીહ;
બીજા બલિ દિહ બોકડું, હું હોમાવિશિ સિંહ.

પ્રમદા! તાહરું પ્રેમ-જલ, ઊંડેરું અવગાહાશિ;
આસો કેરાં નૂરતાં, નિત નિત ઊઠી નાહાશિ.