મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૧૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઢાલ ૧૧

યશોવિજય


ઇણિ પુરિ કંબલ કોઈ ન લેસી-એ દેશી.

સાયર કહે "તૂં બહુ અપરાધિ, વાહણ! જીભ તુઝ અધિકી વાધી;
ખોલે મર્મ અનેક અહ્મારાં, ઢાંકૂં છિંદ્ર અહ્મે તુજ સારા.          ૧

જો હવઈ ન રહિસ નિંદા કરતો; મર્મ ઉઘાડિસિ માહરા ફિરતો;
પોત તરંગ ઘુમરમાં બોળી, તો હું નાંખીશ તુજને ઢોળી.          ૨

તુજવિણ મુજ નવિ હોસ્યે હાણી, તુજ સરિખા બહુ મેલિસિ આવી,
જો અખૂટ છે નૃપ ભંડાર, તો ચાકરનો નહીં કો પાર.          ૩

ઉષ્ણ અગનિ-તાપે હુએ ગાઢું, જેહ સ્વભાવે જલ છેટાઢું;
તિમ તુજ મર્મ વચને હું કાપ્યો, ક્ષમાવંત ધૂરિ જે આરોપ્યો.          ૪

મોટાસ્યું હઠવાદ નીવાર્યો, નીતિ ઋજાુમાર્ગ તેં વિસાર્યો;
મુજ કોપિ તૂં રહિએ ન સકઈ, પડે કએ લહરીને ધક્કઈ.          ૫

કોડિ તરંગ શિખર પરિ વાધે, જઈઅ ફીરઈ તે અંબર આધે;
એ તરંગ સબલ નભ ભાજે, કાજ ઘણા તૂં સ્યૂં ઈમ લાજે?          ૬

પવન ઝકોલે દિએ જલ ભમરી,માનું મદ–મદિરાની ઘુમરી;
તેહમાં શૈલ–શિખર પણિ ત્રૂટે, હરિ શય્યા ફણિ–બંધ વિછૂટે.          ૭

નક્ર ચક્ર પાડિન અતુચ્છ; ઊછળતા આછોટઈ પુચ્છ;
જઈ લાગે અંબર જલ કણિયા, છમકે ગ્રહગણ તાતા મણિયા.          ૮

એહવે મુજ કોપે તુજ સર્વ, ગલસ્યે જે મનમાં છે ગર્વ;
જે બોલે અસમંજસ ભાષા, તે ફલસે સઘલી શત શાખા."          ૯

દુહા.
વાહણ કહે ‘મત રાખજે, સાયર! પાછું જોર;
ચાલે તે કરિસ્યું વૃથા, ફૂલી કરે બકોર.          ૧


વચન ગુમાને તુજ ભરિયાં, સાચ નકા તિહાં ભાખ;
કેતાં કાલાં કાઢિએ, જિમતાં દહિ ને માખ.          ૨