મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઢાલ ૨

યશોવિજય

(સૂરતી મહિનાની; યા ભમરગીતાની દેશી,
અથવા વિજય કરી ધરી આવિયા, બંદિ કરે જયકાર-એ દેશી.)

સિંધુ કહે ‘હવે સિંધુર, બંધુર નાદ વિનોદ,
ઘટતો રે ગર્વ કરૂં છું પામું છું ચિત્તિ પ્રમોદ;
મોટાઈ છઈ રે માહરી, સારે જગત પ્રસિદ્ધ,
સિદ્ધ અમર વિદ્યાધર, મુજ ગુણ ગાઈ સમૃદ્ધ          ૧

રજત સુવર્ણના આગર, મુજ છે અંતરદ્વીપ,
દીપ જિહાં બહુ ઔષધિ જિમ રજની મુખ દીપ;
જિહાં દેખી નરનારી, સારી વિવિધ પ્રકાર,
જાણીએ જગ સવી જોઇઉં, કૌતુકનો નહિ પાર          ૨

તાજી રે મુજ વનરાજિ, જિહાં છે તાલ તમાલ,
જાતિફલ દલ કોમલ, લલિત લવિંગ રસાલ;
પૂગી શ્રીફલ એલા, ભેલા નાગ પૂંનાગ,
મેવા જેહવા જોઈયે, તેહવા મુજ મધ્ય ભાગ.          ૩

ચંપક કેતકી માલતિ, આલતિ પરિમલ વૃંદ,
બકુલ મુકુલ વલિ અલિકુલ, મુખર સખર મુચકુંદ
દમણો મરૂઓ મોગરો, પાડલ ને અરવિંદ
કંદ જાતિ મુજ ઉપવને, દિએ જનને આનંદ.          ૪

મુજ એક શરણે રાતા, રાતી વિદ્રુમ વેલિ,
દાખી રાખી તેહમાં, મેં સાચી મોહણ વેલિ;
વનિતા અધરની ઉપમા તે પુણ્યે લાભંત.          ૫

નવગ્રહ જેણે રે બલે, બાંધ્યા ખાટને પાય,
લોકપાલ જસ કિંકર, જેણે જિત્યો સુરરાય;
કિઓ રે ત્રિલોકી કંટક, રાવણ લંકા–રાજ,
મુજ પસાયે તેણે કંચન, ગઢમઢ મંદિર સાજ.          ૬

પક્ષ લક્ષ જબ તક્ષતો, પર્વત ઉપરિ ધાઈ,
કોપાટોપ ધરી ઘણો, વજ્ર લેઈ સુરરાય;
તડફડિ પડિયા રે તે સવિ, એક ગ્રહે મુજ પક્ષ,
તબ મેનાક રહિઓ, તે સુખિયો અક્ષતપક્ષ.          ૭

જગ સચરાચર જસ તનુ, માયા પીલે ચીર,
તે લક્ષ્મીનારાયણ, ગોવર્દ્ધન-ધર ધીર;
મુજમાંહે પોઢ્યા હેજે, સેજ કરી અહિરાજ,
હોડ કરે કુણ માહરી? હું તિહુઅણ-સિરતાજ.          ૮

વાહણ! પાહણ પણિ તુજથી, ભારે તૂં કહેવાય,
હલુઓ પવન ઝકોલે, ડોલે ગડથલાં ખાય;
તો હલુઆ તુઝ બોલડા, હલુઓ છે તુજ પેટ,
મુજ મોટાઈ ન જાણે, તાણે નિજ મત નેટ.          ૯

ગુરુયાના ગુણ જાણે, જે હૂઇ ગિરુઆ લોક,
હલુઆને મનિ તેહના, ગુણ સવી લાગે ફોક;
વાંઝિ ન જાણે રે વેદના, જે હુઇ પ્રસવતાં પુત્ર,
મૂઢ ન જાણે પરિશ્રમ, જે હુઈ ભણતાં સૂત્ર.’          ૧૦

દુહા
સાયર જબ ઇમ કહિ રહ્યો, વાહણ વદે તબ વાચ;
‘મા આગલિ મોસાલનૂં, એ સવિ વર્ણન સાચ.          ૧

વાણીને જિમ ગ્રંથગતિ, સુર-થિતિ હરિને જિમ;
કાંઈ અજાણી મુજ નહી, તુઝ મોટાઈ તેમ.          ૨

વિસ્તારૂં છું ગુણ અહ્મે, ઢાંકું છું તુઝ દોષ;
તો એવડું શ્યું ફુલવું?, સ્યો કરવો કંઠ-શોષ?          ૩

મેલો પિણ મૃગ ચંદલે, જિમ કીજે સુપ્રકાશ;
તમ અવગુણના ગુણ કરે, સજ્જનનો સહવાસ.          ૪

ગુણ કરતાં અવગુણ કરે, તેતો દુર્જ્જન ક્રૂર;
નાલિકેર-જલ મરણ દિયે, જો ભેલિયે કપૂર.          ૫

હિત કરતાં જાણે અહિત, તે છાંડીજે દૂર;
જિમ રવિ ઊગ્યો તમ હરે, ધૂક-નયન તમ-પૂર.          ૬