મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ધીરો પદ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પદ ૧

ધીરો

૧. પ્રગટ ખેલ ખેલું રે...

પ્રગટ ખેલ ખેલું રે,
દેદાર તેન દેખાડું;
મૃત સંજીવન રે,
મહામંત્ર સહેજે શીખવાડું.          પ્રગટ
વિના પાંખ ઊડી આસમાન પર,
ચર્ણ વિના મેરુ ચડું;
નવસેં નવાણું એક ઘર આણું,
સિંધુ કૂદી પાર પડું;
સાડા ત્રણ કરોડ રોમને રે,
રમત રૂડી રમાડું.          પ્રગટ
પાવક વરસાવી પાષણ પલાળું,
સાત વૈકુંઠને તારું;
જલ મદ્યે જલંધર ધિકાવું,
મરે નહિ તેને મારું;
ચૌદને ચેતાવું રે,
પંદરે રહી પાર પાડું.          પ્રગટ
કહો તો વિના અર્ક કરું અજવાળું,
મહાનિધિમાં માણું;
શિવ વિરંચિ વિષ્ણુ વિવેક.
ત્રણેને તાણી અહીં આણું;
એક સંગે આનંદ રે,
ભણેલાં બેને ભુલાવાડું.          પ્રગટ
વિના બૂટીએ વૈદ્ય બનું ધન્વંતરિ,
કાયા કરું નીરોગી;
સતજુગ દ્વાપર ત્રેતા ને કલજુગ,
ચાર જુગના અમો જોગી;
ધીરા કર ધારણ રે,
સિંધુ ગઢમાં સંતાડું.          પ્રગટ