મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રારંભિક દુહા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રારંભિક દુહા

જિનહર્ષ

પ્રારંભિક દુહા
શ્રી સારદ વરદાયિની, સુમતિ તણી દાતાર,
મૂરખનઇ પંડિત કરઇ, એ મોટઉ ઉપગાર.          ૧

જેહ ભણી સુપ્રસન હુવઇ, તેહનઇ કરઇ નિહાલ,
હીયા તકી અજ્ઞાનના, કાઢી નાખઇ સાલ.          ૨

મોટી મહિમા માયની, જાસ અખૂટ ભંડાર,
સુરનર વિદ્યાધર વિબુધ, પામી ન સક્કઇ પાર.          ૩

ચરમ સાયરના નીરનઉ, જિમ ન લહઇ કોઈ પાર,
તિમ સરસતિ-ભંડારનઉ, નાવઇ પાર અપાર.          ૪

માતા તુઝ સુપસાઉલઇ, પામું વચન રસાલ,
સુણતાં સહુકોનઇ ગમઇ, રીઝઇ બાલગોપાલ.          ૫

ધર્મમૂલ સમ્યકૂત્વ છઇ, યતન કરઉ નરનારિ,
શ્રી જિનપૂજા આદરઉ, જિમ પામઉ ભવપાર.          ૬

દેવાદિક પર્ષદ વિખઇ, ભાખઇ શ્રી જિનરાય,
નરસંપદ સુરસંપદા, લહઇ ન જિનભક્તિ-પસાય.          ૭

મુગતિ તણા પિણિ સુખ મિલઇ, ઈહાં સુણિજ્યો દૃષ્ટાંત,
સતી આરમશોભા તણઉ, વારુ છઇ વૃત્તાંત.          ૮