મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માસ ૮ - કારતક

ઉદયરત્ન

દુહા
કારત્યકિ કાલજ કંપિ રે, વ્યાપિ મદન વિશેખ;
વિધાતા નેમવિજોગના લખિયા નીલવટ લેખ.          ૧

નમાંહિ વેલડી ફૂલી રે, થયા મારગ સુધ;
નદિયાં જલ નિરમલ થયાં, કુમુદ ફલ્યાં જલ મધ્ય.          ૨
પંખી પ્રયાણ-વસે થયાં, ન રહે મુઝ મન ઠાય;
પંખ હોઈ તો ઊડી મિલું, ભેટું યાદવરાય.          ૩

પીઉ જોવાને રે અલજ્યાં નયણ સલૂણાં દોય;
વાલાનિ વિરહિ કરી રાતાં થયાં તે રોય.          ૪

સોલ કલા લેઈ આજુનો ઉગ્યો પુન્યમચંદ;
વિરહનું ઝરે વધારવા એ સહી વિષનો કંદ.          ૫

મુખિ નીસાસા રે મેલતાં રાત્ય ન ખૂટે રેખ;
ચાંદો રથ થંભી રહ્યો મોહ્યો મુઝ મુખ દેખ.          ૬

ભૂષણ દૂષણ લાગે રે, ન ગમે રાગ રસાલ;
દીન સામું દેખતાં આંખમાં ઉઠિ ઝાલ.          ૭

રાજુલે રજની નીગમી, પ્રગટ્યો પ્રાચિ દિણંદ;
વાછરુના બંધ છુટા રે, પડિયા વિલુણિ બંધ.          ૮
ફાગ
ધરિધરિ મહીનાં માટ ઘૂમિ, મુનિજન જાપ-સું પાપ ગમિ,
પ્રેમદા પ્રીતનાં ગીત ગાઈ, રણઝણે ઘંટ ને નૃત્ય થાઈ.          ૯