મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૨
Jump to navigation
Jump to search
પદ ૨
રવિસાહેબ
આ કેણે બનાયો ચરખો
આ કેણે બનાયો ચરખો?
તમે નુરતે સુરતે નીરખો! એના ઘડનારાને પરખો!
કોઈ પરિબ્રહ્મને પરખો! આ કેણે બનાયો ચરખો?
આવે ને જાવે, બોલે બોલાવે,જ્યાં જોઉં ત્યાં સરખો,
દેવળ દેવળ કરે હોંકારા, પારખ થઈને પરખો.
ધ્યાન કી ધૂનમેં જ્યોત જલત હે, મિટ્યો અંધાર અંતરકો,
ઇ અજવળે અગમ સૂઝે, ભેદ જડ્યો ઉન ઘર કો.
પાંચ તત્ત્વ કા બનાયા ચરખા, ખેલ ખરો હુન્નર કો,
પવન પુતળી રમે પ્રેમ સે જ્ઞાની હો કર નીરખો.
રવિરામ બોલ્યા ને પડદા ખોલ્યા, મેં ગુલામ ઉન ઘરકો,
ઈ ચરખાની આશ મ કરજો, ચરખો નંઈ રિયે સરખો.
એના ઘડનારાને તમે પરખો,
તમે નુરતે સુરતે નીરખો,
આ કોણે બનાયો ચરખો?