મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શાંતિદાસ પદ ૩
Jump to navigation
Jump to search
પદ ૩
શાંતિદાસ
માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું.
તારી રે હોડીએ હીરલા જડાવું, ફરતી મુકાવું ઘુઘરમાળ; મન છે
સુનાં બી દઉંગી ને રૂપાં બી દઉંગી, દઉંગી ગલનકો હાર; મન છે
આણી તીરે ગંગા ને પેલી તીરે જમના, બિચમેં ખડો રે નંદલાલ; મન છે
મન કરું મછુવો ને તન કરું તછુઓ, જીવ મૂકું રે રખવાળ; મન છે
શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, કૃષ્ણજી ઉતારે પેલે પાર; મન છે