મર્મર/કૃતિ-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

મર્મર

મર્મર (૧૯૫૪, બી. આ. ૧૯૫૭) : જયન્ત પાઠકનો કાવ્યસંગ્રહ. એમાં કવિતા-પ્રેયસીની આસનાવાસના કરતી કૃતિઓ; મુગ્ધતા અને પ્રસન્નતાના ભાવોને વણતાં પ્રણયકાવ્યો; સંતવાણીનું સ્મરણ કરાવતાં જ્ઞાન, વૈરાગ્ય અને ભકિતનાં કાવ્યો; માનવપ્રેમ, ધરતી-પ્રીતિ, વ્યકિત અને સ્થળવિશેષનાં કાવ્યો છે. વિવિધ ઋતુઓનો રૂપવૈભવ આલેખતાં કાવ્યો અહીં ખાસ ધ્યાન ખેંચે છે. ‘બીજ’, ‘જિંદગી ને મરણ’, ‘અબોલા’ જેવાં મર્માળાં મુક્તકો; ‘ચંપાનો છોડ’, ‘ઉનાળો’, ‘પ્રેમઘટા ઝૂક આઈ’ જેવાં આકર્ષક ઉપાડનાં ગીતો તથા ‘મને થતું’, ‘ઉનાળાનો દિવસ’ જેવી સૌષ્ઠવયુક્ત સૉનેટરચનાઓ કવિની સૌન્દર્યાભિમુખતાની પ્રતીતિ કરાવે છે. – દક્ષા વ્યાસ
(‘ગુજરાતી સાહિત્યકોશ : ખંડ ૨’માંથી સાભાર)