મારી કમીની જીંદગીનો હેવાલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Mari Kamini Jindagino Heval cover.png


મારી કમીની જીંદગીનો હેવાલ (૧૯૩૬)

અરદેશર શાપુરજી નારીએલવાલા

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

આ આત્મકથાનો હેતુ વાંચીને આપણને બેન્જામીન ફાંકલિનની આત્મકથા યાદ આવે છે. તેણે પોતાના પુત્ર માટે આત્મકથા લખી હતી, તેમ, અહીં શ્રી નારિયેળવાલા પોતાના કુટુંબીજનોને પોતાના અનુભવોનો લાભ મળે તે હેતુથી લખે છે. અહીં તેઓએ, પોતાના કુટુંબના આદિવડાએ રાજાની દીકરીનો કોઢ મટાડેલો, જમાઈએ તીથલમાં સેનેટોરિયમ બંધાવ્યું એવી ક્ષુલ્લક વિગતો પણ, કુટુંબ નજર સમક્ષ રાખીને લખ્યું હોવાથી, સ્થાન પામી છે. ધંધામાં વારસામાં મેળવેલા પોણા ત્રણ લાખમાંથી ૧૦ લાખ કર્યા અને પ્રતિષ્ઠા જમાવી. એની વાત તેઓ કરે છે. એમના જીવનમાં વિકાસના દરેક તબક્કે સ્વપ્નોનો ફાળો મોટો રહ્યો હતો એ બીના અચરજ લાગે તેવી છે. આમ, આ આત્મવૃત્તાંત કુટુંબના ઇતિહાસના દસ્તાવેજ સમું વિશેષ છે. અહીં એમના અંગત જીવનની–લગ્ન ઇત્યાદિ કે આંતરિક જીવનની કોઈ વાતોનો ઉલ્લેખ નથી. જીવનના બાહ્યતબક્કાને સ્પર્શતી વિગતોનું આલેખન છે, અને કોરી વિગતોમાંથી એમનું વ્યક્તિત્વ આકારિત થતું નથી, ક્ષુલ્લક લગતી વિગતોનું કુટુંબના ઇતિહાસ લેખે મહત્ત્વ હોઈ શકે છે અને એટલે એવી વિગતો અહીં યથાર્થ રીતે સ્થાન પાછી છે. અતીત અને દેવનર ગામની ખરીદીની, તેના વાસ્તાની અને ઊપજની, પોતાનાં પુત્રપુત્રીઓ વિશેની, વિલાયતના બે મંડળો તરફથી મળેલી ડિગ્રીઓ, ‘હૂઝ હૂ’માં પ્રગટ થયેલી છબી – જેવી વિગતસભર માહિતીનું ઇતિહાસ (તવારીખ) લેખે મૂલ્ય ગણી શકાય. આમ, આપબળે આગળ વધેલા એક માનવીની શક્તિ, નસીબ અને સારી રીતભાતને દર્શાવતું, માત્ર ગુણપક્ષને જ પ્રગટ કરતી માહિતીવાળું, બાહ્યજીવનની ઘટનાઓની નોંધ લેતું આ એકાંગી આત્મવૃત્તાંત લેખે જરા પણ સંતપર્ક નથી. કૌટુમ્બિક દસ્તાવેજથી વિશેષ તેનું મૂલ્ય આંકી ન શકાય. — રસીલા કડીઆ
‘આત્મકથા : સ્વરૂપ અને વિકાસ’માંથી સાભાર