મૂળરાજ ચતુર્ભુજ અંજારિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અંજારિયા મૂળરાજ ચતુર્ભુજ ‘ગિરધારી', ‘ફક્કડરામ’, ‘મૂળરાજ રંજાડિયા', ‘મૂલમ', ‘રમતારામ' (૨૫-૩-૧૯૧૬): હાસ્યકાર, કટારલેખક, નિબંધકાર. જન્મ કચ્છ-અંજારમાં. મૅટ્રિક્યુલેટ. ૧૯૩૮થી કલકત્તાના ‘નવરોઝ' સાપ્તાહિક (ગુજ.)માં ‘રમતારામ' ઉપનામથી લેખન-વ્યવસાયનો આરંભ કરી ‘નવચેતન’ તેમ જ વિવિધ સામયિકોમાં કૉલમો લખી. ૧૯૫૪થી ૧૯૬૪ દરમિયાન ‘મુંબઈ સમાચાર’ની સાપ્તાહિક આવૃત્તિમાં ‘તીરછી નજરે' કૉલમ સંભાળી. ‘ટૂંકું ને ટચ’ (૧૯૪૫) એ એમના હાસ્યજનક ટુચકાઓનો સંચય છે. સૂક્ષ્મ હાસ્ય કરતાં સ્થૂળ હાસ્ય-ઉપહાસને વ્યક્ત કરતા આ પુસ્તકને જ્યોતીન્દ્ર દવેના પ્રવેશકનો લાભ મળ્યો છે. ‘લાકડાના લાડુ' (૧૯૪૯)માં વિદેશી પત્ર-પત્રિકાઓમાંથી રૂપાંતરિત કરેલા ટુચકા-પ્રસંગોનો સમાવેશ થયો છે. મુખ્યત્વે ટુચકા અને નિબંધિકાનું સ્વરૂપ ધરાવતાં એમનાં અન્ય લખાણો ‘આનંદબજાર' (૧૯૫૦), ‘ગેલગપાટા' (૧૯૫૩), ‘ટોળટપ્પા' (૧૯૫૩), ‘ફુરસદના ફડાકા’ (૧૯૫૩), ‘હસામણાં’ (૧૯૫૩), ‘હાસ્યહિંડોળ’ (૧૯૫૩)માં ગ્રંથસ્થ થયાં છે.