મેટમૉર્ફોસીસ/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ફ્રાન્ઝ કાફકાની આ કૃતિ વિશે પહેલી વખત સુરેશ જોષીના મોઢે સાંભળ્યું ત્યારથી એનો અનુવાદ આપણી ભાષામાં હોવો જોઈએ એમ થયું. થોડી વાટ જોઈ પણ સ્વેચ્છાએ આવી કૃતિઓના અનુવાદ કરવા માટે કોઈ આગળ ન આવ્યું. 1996માં એતદ્ના એક વિશેષાંક રૂપે આ અનુવાદ પ્રગટ થયો. તરત જ જયંત કોઠારીએ ઉમળકાભેર પ્રતિભાવ પાઠવ્યો. કાફકાએ આપણા સંકુલ જગતની વાત કેટલી સહજ રીતે સુંદર રૂપે મૂકી આપી છે એમ પણ કહૃાું. આ અનુવાદ અલગ પુસ્તિકા રૂપે પ્રગટ કરવાના આશયથી છ-સાત વર્ષ પૂર્વે પ્રગટ કર્યો હતો, સાથે સાથે સ્ટીફન ત્સ્વાઇગની ‘વિરાટ’ તથા અન્ય વાર્તાઓ પણ પ્રગટ કરી. આ બંને તૈયાર પુસ્તિકાઓને ઊધઈએ પોતાનો શિકાર બનાવી. ફરી મને જયદેવ, જયેશ, શરીફાએ આ અનુવાદ માટે આગ્રહ કર્યો એટલે આટલાં વરસે ગુજરાતીમાં આ રચના ધરું છું. આના આવરણ માટે જ્યોતિ ભટ્ટને મેં પ્રૂફ આપ્યાં, તેમણે જોડણીની થોડી ભૂલો તરફ આંગળી ચીંધી, એ જ દરમિયાન ચંદ્રકાંત ટોપીવાળા આવી ચઢ્યા, તેમણે અનુવાદ પહેલાં વાંચ્યો હતો, એટલે એકાદ શબ્દ બદલવા કહૃાું. આ મિત્રોને કારણે અનુવાદ વધુ પરિશુદ્ધ બની શક્યો છે અને છતાં જે કંઈ ભૂલો દેખાય તે માટે તો હું જ જવાબદાર. આશા છે કે આ અનુવાદને સૌ આવકારશે. શિરીષ પંચાલ