યાત્રા/મને આકર્ષ્યો છે
Jump to navigation
Jump to search
મને આકર્ષ્યો છે
મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
ખિલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા.
નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ,
ધરાઅંકે તાવત્ લઘુ મનુજ અર્થે ન અવર
રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન
પ્રફુલ્લાવે એનો પડતર લુખો જીવનપટ.
ઑગસ્ટ, ૧૯૪૫