રમેશ રવિશંકર આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

આચાર્ય રમેશ રવિશંકર, ‘રવિસુત’ (૨૬-૧૦-૧૯૪૩): કવિ, સંપાદક. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના વિષયો સાથે બી.એ. ૧૯૬૨થી ૧૯૬૬ સુધી ટીકર-રણ (તા. હળવદ)માં શિક્ષક. ત્યાં જ ૧૯૬૪ પછી આચાર્ય. ૧૯૬૬ના છએક માસ સાયલામાં શિક્ષણ ખાતામાં વિસ્તરણ અધિકારી. ૧૯૬૭થી ૧૯૭૯ દરમિયાન સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રની હળવદ શાખામાં. પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્રમશઃ' (૧૯૭૮)માં મોનો-ઇમેજ પ્રકારની છ પ્રયોગલક્ષી રચનાઓ છે. ૩૧ અક્ષરનું માપ સાચવતા અને દૃશ્ય કલ્પનાને પ્રાધાન્ય આપતા જાપાની તાન્કા કાવ્યપ્રકારની છન્નું રચનાઓના સંગ્રહ ‘હાઈફન' (૧૯૮૨) એ એમનો બીજો પ્રયોગલક્ષી કાવ્યસંગ્રહ છે. મોનો-ઇમેજ પ્રકારની અઢાર કાવ્ય-કૃતિઓનું સંપાદન ‘મોનો-ઇમેજ ૭૯’ (મધુ કોઠારી, એસ. એસ. રાહી સાથે, ૧૯૭૮) તેમ જ ગઝલોના આસ્વાદનું પુસ્તક ‘ગઝલની આસપાસ’ (અન્ય સાથે, ૧૯૮૩) એ એમનાં સંપાદનો છે. ‘વાહ ભૈ વાહ' (એસ. એસ. રાહી સાથે, ૧૯૭૯) બાળકાવ્યોનું સંપાદન છે.