રામનારાયણ પાઠક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

રામનારાયણ વિશ્વનાથ પાઠક, ‘દ્વિરેફ', ‘શેષ', ‘સ્વૈરવિહારી' (૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫) : વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધ કાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા. ધોળકા)માં. શિક્ષકની નોકરી કરતા પિતાની બદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં. ઉચ્ચશિક્ષણ ભાવનગર તેમ જ મુંબઈમાં. તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયો સાથે ૧૯૦૮માં બી.એ. વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી ન કરવાના. રસંકલ્પને કારણે મુંબઈમાં ૧૯૧૧માં એલએલ.બી. ના અભ્યાસ પછી અમદાવાદ આવી વકીલાત શરૂ કરી; પણ ક્ષયરોગનું નિદાન થતાં ૧૯૧૨માં સાદરામાં સ્થિર થયા. પર્યાપ્ત માર્થિક જોગવાઈ થયેથી વકીલાત છોડી શેષ જીવન શિક્ષણ અને સાહિત્યની સેવામાં ગાળવાને નિર્ણય કરેલો, પણ ૧૯૧૯ના અંતમાં એમણેમાંદગી નિમિત્તે વકીલાત આટોપી લીધી. ૧૯૨૦માં ઇન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ જે. એલ. ન્યુ ઇગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું, પરંતુ ગાંધીજીના અસહકાર આંદોલનનાં મંડાણ થતાં, શાળા છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યા પીઠમાં જોડાયા. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્વાનોના સંપર્કમાં પ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું. ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ ‘પ્રસ્થાન' માસિકના તંત્રી (૧૯૨૫-૧૯૩૭) તરીકે તેઓ ગુજ રાતની નવી સાહિત્કારપેઢીના એવા માર્ગદર્શક બન્યા કે ‘ગાંધી યુગના સાહિત્યગુર’ તરીકે ઓળખાયા. વિદ્યાપીઠ છોડ્યા પછી ‘પ્રસ્થાન’ની નિઃશુલ્ક સેવા કરતાં એમણે ખાનગી ટયૂશનોથી આજીવિકા ચલાવી. દરમિયાન ગાંધીજીના વિવિધ સત્યાગ્રહોમાં ભાગ લઈ, એક વખત જેલ પણ વેઠી. ૧૯૩૫માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી ૧૯૫ર સુધી ત્યાં તથા અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજ, ગૂજરાત વિદ્યાસભા,મુંબઈની ભવન્સ કૉલેજ તથા ભારતીય વિદ્યા ભવનમાં જુદા જુદા સમયે અધ્યાપક. ૧૯૫૩માં આકાશવાણી મુંબઈના સલાહકાર. ૧૯૪૬માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૫૬ નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન. વિદ્યાભ્યાસે તત્ત્વવિદ તેઓ કલા તેમ જ શાસ્ત્ર ઉભય ક્ષેત્રની પ્રતિભા ધરાવતા હતા, પરંતુ ગુજરાતી સાહિત્યમાં તેઓ વિવેચક તરીકે વધુ પ્રતિષ્ઠિત છે. તેમની સાહિત્યિક કારકિર્દી ૧૯૨૨માં ‘સાબરમતી'ના પહેલા અંકમાં પ્રસિદ્ધ થયેલા વિવેચનલેખ ‘કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનાં કાવ્યો’થી અને એ જ અરસામાં ‘યુગધર્મ'માં લખાયેલાં અવલોકનોથી આરંભાય છે. ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય' (૧૯૩૩), ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વિહેણો' (૧૯૩૮), ‘કાવ્યની શક્તિ' (૧૯૩૯), ‘સાહિત્યવિમર્શ (૧૯૩૯), ‘આલોચના' (૧૯૪૪), ‘નર્મદાશંકર કવિ' (૧૯૩૬)ને સમાવત ‘નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા' (૧૯૪૫), સાહિત્યાક (૧૯૫૪), ‘નભોવિહાર' (૧૯૬૧) અને ‘આલન’ (૧૯૬૪) એ ગ્રંથમાં સંઘરાયેલા લેખો દર્શાવે છે કે એમનું ઘણું ગ્રંથાવલોકનકાર્ય જેમ ‘યુગધર્મ' ને ‘પ્રસ્થાન’ને નિમિત્તે થયું છે તેમ અન્ય કેટલુંક વિવેચનકાર્ય વ્યાખ્યાન ને સંપાદનને નિમિત્તે થયું છે. આમાંથી અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ અને ‘નભોવિહાર’ ગુજરાતી કાવ્ય સાહિત્યની ઐતિહાસિક સમાલોચના આપતા ગ્રંથો તરીકે જુદા તરી આવે છે. ગુજરાતી કવિતાની પદ્યરચનાના ઇતિહાસને તપાસતા ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યમાં ગુજરાત વિદ્યા સભા તરફથી સોંપાયેલાં છ વ્યાખ્યાનમાંથી ત્રણ વ્યાખ્યાનોની સામગ્રી ૨ થઈ છે તે જોતાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોને સમાવતા ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો'માં એનું અનુસંધાન જોઈ શકાય. ‘કાવ્યસમુચ્ચય'-ભાગ ૨ (૧૯૨૪) ની ભૂમિકારૂપે કવિઓના વ્યક્તિગત પ્રદાનને અનુ લક્ષીને જે પરિચયાત્મક ઇતિહાસ અપાયો હતો તેનાથી, વિવિધ પાસાંઓને અનુલક્ષીને પ્રવાહદર્શન અને વિકાસનિરૂપણની રીતે થયેલું આ આલેખન આગળ જાય છે અને આમ વિવેચકની સમગ્ર દર્શનની વિશેષ શક્તિનો પરિચય કરાવે છે. ‘નભોવિહાર’માં મધ્ય કાળને સર્જલક્ષી અને અર્વાચીનકાળનો સ્વરૂપલક્ષી પરિચય છે તે આકાશવાણી–વાર્તાલાપની સરળતા ને લોકગમ્યતા છતાં ઘણાં નોંધપાત્ર નિરીક્ષણોને પણ ગૂંથી લે છે. સુરત અને મુંબઈ ખાતે અપાયેલાં બે વ્યાખ્યાનોને સમાવતે ‘નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’ ગ્રંથ ઇતિહાસલક્ષી દૃષ્ટિએ અને બારીકાઈથી થયેલા સર્જક અભ્યાસ તરીકે નમૂનારૂપ છે. ‘પૂર્વાલાપ'ના સંપાદન (૧૯૨૬)માં મુકાયેલા કાન્ત અને તેમની કવિતાના સઘન અભ્યાસ પછીને આ પ્રયત્ન એની સર્વગ્રાહિતાથી ધ્યાન ખેંચનારો બન્યા છે. ‘કાવ્યની શક્તિ’ અને ‘સાહિત્યવિમર્શમાં અન્ય લેખોની સાથે ‘યુગધર્મ', ‘પ્રસ્થાન’ નિમિત્તે થયેલાં ગ્રંથાવલોકનો સંઘરાયાં છે તે સંક્ષિપ્ત છતાં કૃતિના હાર્દને પ્રગટ કરનારાં છે અને રામનારાયણનો સર્જાતા સાહિત્ય સાથેનો સહૃદય ને સૂઝભર્યો સંબંધ સૂચવે છે. આ ઉપરાંત એમણે કૃતિસમીક્ષાઓ પણ આપી છે. નળાખ્યાન', ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત', ‘આપણો ધર્મ, ‘વિશ્વગીતા' વગેરે વિશેના સર્વાગી અભ્યાસ રજૂ કરતા નિબંધો એમની મૌલિક વિવેચનદૃષ્ટિથી ખાસ લક્ષ ખેંચે છે. ‘શરદસમીક્ષા' (૧૯૮૦)માં સંઘરાયેલી શરદબાબુની કૃતિઓના અનુવાદોની તથા રવીન્દ્ર નાથની કૃતિઓના અનુવાદોની પણ એમણે લખેલી પ્રસ્તાવનાઓ ઇતર ભાષાની કૃતિઓની સમીક્ષા તરીકે ધ્યાનાર્હ છે. ‘કાવ્યપરિ શીલન' (૧૯૬૫)માં એમના કેટલાક વિદ્યાર્થીભોગ્ય આસ્વાદો પણ ગ્રંથસ્થ થયા છે. એમનું પ્રવાહદર્શન, સર્જક-અભ્યાસ, કૃતિસમીક્ષા કે પ્રત્યક્ષ વિવેચનની નાનકડી નોંધ પણ કશોક નવો પ્રકાશ પાડનાર હોય છે; કેમ કે એમના પ્રત્યક્ષ વિવેચનને પ્રગટ યા પરોક્ષ તત્ત્વવિચારની ભૂમિકા સાંપડેલી હોય છે. કાવ્યની શક્તિ’ લેખમાં પોતાનાં મૂળભૂત સર્વ પ્રતિપાદન રજૂ કરી દેતા અને અન્ય લેખોમાં વિસ્તરતો રહેલો એમને સાહિત્યતત્ત્વવિચાર સાહિત્યમાં ઊમિ કે વિચારનું એકાન્તિક મહત્ત્વ કરવાને સ્થાને ‘લાગણીમય વિચાર’ કે ‘રહસ્યને કેન્દ્રરૂપે સ્થાપે છે ને એમાં સાહિત્યની એક કલા તરીકેની સ્વાયત્તતાના સ્વીકાર સાથે જીવન, સત્ય, નીતિ વગેરે સાથેના એના સંબંધની માર્મિક છણાવટ કરે છે. એમની વિવેચનામાં કાવ્યની વર્ણરચનાથીમાંડીને સાહિત્યકૃતિની સમગ્ર આકૃતિની તપાસ છે, ખંડકાવ્યાદિ સાહિત્યપ્રકારોની દ્યોતક વિચારણા છે તથા જીવન અને ઇતિહાસના વિશાળ સંદર્ભમાં થયેલું સાહિત્યચિંતન પણ છે. એમણે સંસ્કૃત કાવ્યવિચારને સવિશેષપણે ઝીલ્યો છે અને એને આજના સંદર્ભમાં નવેસરથી ઘટાવી એની ઉપયુકતતા સ્થાપિત કરી છે. પણ, યુરોપીય કાવ્યવિચારનો લાભ લેવાનું તેઓ ચૂક્યા નથી. પ્રમાણશાસ્ત્રી એવા એમનું વિવેચન તર્કની ઝીણવટ છતાં સમુચિત દૃષ્ટાંતના વિનિયોગથી અને પારદર્શક ગદ્યશૈલીથી સદ્યોગમ્ય બને છે. એમણે ઘણાં સંપાદનોમાં પણ ઉપઘાત કે ટિપ્પણ રૂપે પ્રત્યક્ષ વિવેચન કર્યું છે. પૂર્વાલાપ'ની ટિપ્પણ આવૃત્તિ: ઉમાશંકર જોશી સાથે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના કાવ્યતત્ત્વવિચાર (૧૯૩૯), સાહિત્યવિચાર' (૧૯૪૨), ‘દિગ્દર્શન' (૧૯૪૨) અને વિચારમાધુરી’: ૧ (૧૯૪૬) એ ગ્રંથો; પોતે સંપાદિત કરેલ આનંદશંકર ધ્ર_વના ‘આપણે ધર્મની ત્રીજી આવૃત્તિ (૧૯૪૨) તથા ગોવર્ધન પંચાલ સાથે સંપાદિત કરેલ ‘રાસ અને ગરબા (૧૯૫૪)માં એમના નાના યા મોટા ઉપઘાત છે. નરસિંહ મહેતાને નામે ચડેલા ‘ગોવિંદગમન’નું નરહરિ પરીખ સાથે કરેલું સટીક સંપાદન (૧૯૨૩) પાઠયક્રમની જરૂરિયાતને વશ વર્તીને થયેલું, પરંતુ એવા જ હેતુથી થયેલાં ‘કાવ્યસમુચ્ચય'- ભા. ૧-૨ (સટીક, ૧૯૨૪) તથા ‘કાવ્યપરિચય' – ભા. ૧-૨ (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૮)નાં સંપાદન ગુજરાતી કવિતાની ચોક્કસ દૃષ્ટિપૂર્વકના સંચય લેખે લાંબો સમય ઉપયોગી નીવડેલાં. આ સિવાય પણ અન્યોની સાથે કેટલાંક શાલેય વગેરે સંકલન એમણે કર્યા છે. મમ્મટકૃત કાવ્યપ્રકાશ’: ઉલ્લાસ ૧થી ૬ નો રસિકલાલ પરીખ સાથે કરેલો અનુવાદ (૧૯૨૪) એક પ્રમાણભૂત ને પ્રાસાદિક અનુવાદલેખે તથા થોડી પણ ચાવીરૂપ પરિભાષા-આદિને સ્કુટ કરી આપતાં ટિપ્પણીને કારણે ચોક્કસ મૂલ્ય ધરાવે છે અને લેખકોની સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સજજતાને પ્રગટ કરે છે. કાવ્યમર્મજ્ઞ તરીકે ‘અર્વાચીન ગુજરા તી કાવ્યસ હિત્ય’થી જ છંદોવિધાનમાં ઉત્કટ રસ લઈ રહેલા એમને એમની શાસ્ત્રબુદ્ધિ પિંગળચર્ચા તરફ સ્વાભાવિક રીતે જ લઈ જાય છે. પ્રાચીન ગુજ રાતી છંદો- એક ઐતિહાસિક સમાલોચના' (૧૯૪૮) અપભ્રંશ કાળથી દયારામ સુધીની પદ્યરચનાની શાસ્ત્રીય સમીક્ષા – પીને, કે. હ. ધ્ર વની ‘પદ્યરચનાની ઐતિહાસિક ચાલેચના ને. પૂરક ગ્રંથ બને છે. તે ઉપરાંત એમાં દેશીઓને પિંગળબદ્ધ કરવાનો પ્રથમ સમર્થ પ્રયાસ થયેલ છે તે એની વિશેષતા છે. મહારાજા. સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ સ્મારક વ્યાખ્યાનમાળાના પાશ્રયે ૧૯૫૧માં આપેલાં ત્રણ વ્યાખ્યાને. ‘ગુજરાતી પિંગળ : નવી દૃષ્ટિએ' (૧૯૫૨) બૃહદ્ પિંગલ' (૧૯૫૫)ના પૂર્વસારરૂપ છે; છતાં એમાં એમની વિકસતી જતી ને વિશદ બનતી જતી છંદ વિચારણા જોઈ શકાય છે. સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ‘બૃહત. પિંગલ’ તો વેદકાળથી આધુનિક સમય સુધીના હિંગળ,દિડી, ગઝલ, બ્લેન્ક વર્સ વગેરે સમેત - છંદોનો ઇતિહાસ, દોનાં સ્વરૂપ અને એમનાં આંતરબાહ્ય કલેવરમાં થયેલા ફેરફારો, ઈદની માત્રા, યતિ, આદિ ઘટકોની કેટલીક સમસ્યાઓ, વિવિધ છંદોની ક્ષમતા વગેરે સર્વ બાબતોને શાસ્ત્રીય ભૂમિકાએ સુદ્ધમતાથી ને સવીગત, સાધકબાધક દલીલો સાથે ચર્ચતો એક શકવર્તી કરગ્રંથ બની રહે છે. ચાર પ્રકરણે અધૂરા રહેલા અને ચિમનલાલ ત્રિવેદી તથા. કાન્તિલાલ કાલાણી દ્વારા પૂરા થયેલા મધ્યમ પિંગળ' (૧૯૮૧)માં કાવ્યના અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ હેતુથી આ જ વિષયની સરળ સંક્ષિપ્ત રજૂઅાત થયેલી છે. એમણે સર્જક તરીકે કવિતા, નાટક, વાર્તા, નિબંધ એમ વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે. તેઓ નાટકના ક્ષેત્રમાં વિદ્યાલયોની, વાર્તા નિબંધનાં ક્ષેત્રમાં ‘યુગધર્મ' – ‘પ્રસ્થાન'ની જરૂરિયાતને લઈને ખેંચાયા હતા. કવિતા એમને સ્વત:સંભવી વ્યાપાર કહેવાય. ૧૯૨૧ -માં ‘જાત્રાળુ' ઉપનામથી લખેલા ‘રાણકદેવી’થી એમની કાવ્ય યાત્રાનો થયેલ કારંભ છેક ૧૯૫૫માં લખાયેલા ‘સાલમુબારક સુધી ચાલુ રહ્યો. પહેલા કાવ્યના જાત્રાળુ' અને પછીથી એક વખત પ્રયોજાયેલા ભૂલારામ’ સિવાય એમણે કાવ્ય પરત્વે ‘શેષ' ઉપનામ રાખ્યું અને પહેલા કાવ્યસંગ્રહને ‘શેષનાં કાવ્યો(૧૯૩૮) નામ આપ્યું. પહેલી આવૃત્તિમાં માત્ર સડસઠ અને બીજી આવૃત્તિ (૧૯૫૧)માં તોતેર જેટલાં કાવ્યો તથા. થોડાંક પ્રકીર્ણ મુકતકો. આદિને સમાવતો આ સંગ્રહ વિષયના વૈવિધ્યથી નહીં પણ રૂપબંધ, છંદોવિધાન, શૈલી અને કાવ્યબાનીના વૈવિધ્યથી ધ્યાન ખેંચે છે. ગુજરાતી પ્રા તન અને અદ્યતન કાવ્યપરંપરામાં પોતીકા પ્રયોગ કરનાર ‘શેષ’ની કવિતા સભાન ઘડતરનું પરિણામ હોઈ ‘કાવ્યશની કવિતા' તરીકે ઓળખાઈ છે. ‘શેષ’ ગાંધીયુગને અનુરૂપ જીવનમાંગલ્યનું ગંભીર ગાન કરે છે તે સાથે હાસ્યકટાક્ષવિનોદની રચનાઓ આપે છે, પ્રસન્નદામ્પત્યના રસિકચાતુરીના સંવાદો રચે છે તે સાથે વિરહની શાંતકરણ સૂરો પણ રેલાવે છે, સ્વભાવર્તિત સમાં વાસ્તવચિત્રણ કરે છે તેમ ઉપમાચિત્રોની કલ્પનારંગી શૈલી પણ યોજે છે, સુક્ષ્મ ચિંતનાત્મકતાની સાથે ઊંડી ભાવાદ્રતા વ્યક્ત કરે છે અને આ રીતે કવિતામાં પોતાની આગવી મુદ્રા અંકિત કરે છે. ‘શેષનાં કાવ્યોની સત્તર રચનાઓ અને અન્ય ચાલીસ કાવ્યોને સમાવતો મરણોત્તર સંગ્રહ ‘વિશેષ કાવ્યો(૧૯૫૯) ‘શેષ'ની સર્વ લાક્ષણિકતાઓની જાળવણી અને તુકારામનું સ્વર્ગારોહણ’ જેવા ખંડકાવ્યના નૂતન પ્રયોગને કારણે ધ્યાના બને છે. કવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ સર્જકનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે. ૧૯૨૩થી ‘દ્વિરેફ'ના ઉપનામે લખાયેલી અને ત્રણ સંગ્રહોની કુલ ચાલીસ વાર્તાઓ આપનાર લેખકનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘દ્વિરેફની વાતો'- ભા. ૧ (૧૯૨૮) ધૂમકેતુના તણખા' મંડળ ૧ (૧૯૨૬)ની સાથે ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપની દૃઢ ભૂમિકા રચી આપી એક મહત્ત્વનું સીમાચિહ્ન બને છે. બહુ ધા ૧૯૪૧ સુધી લખાયેલી વાર્તાના પછીના સંગ્રહો છે દ્વિરેફની વાતો'- ભા. ૨ (૧૯૩૫) અને ‘દ્વિરેફની વાતો'- ભા.૩ (૧૯૪૨; સંવ. ત્રી. આ. ૧૯૬૧). પોતાની રચનાઓને ‘વાતો' તરીકે ઓળખાવી આ વાર્તાકારે કોયડાઓ, કિસાનો, દૃષ્ટાંતે, પરિસ્થિતિચિત્રણો -દિને સમાવી લેવાની અને ગદ્યકાવ્યની શૈલીથીમાંડીને દશ્યશૈલી (નાટ્યાત્મક રચના) સુધીની જાતભાતની કથનરીતિને પ્રયોજવાની મોકળાશ મેળવી. લીધી છે તે નોંધપાત્ર છે. વિશાળ જીવનમાં શોધેલાં અનેકવિધ માનવપરિસ્થિતિ અને જીવનમર્મો, પરિસ્થિતિનું વાસ્તવ નિષ્ઠ ને વીગતપૂર્ણ આકલન, મનોવૈજ્ઞાનિક અભિગમ તથા વાર્તાનું આવેગરહિત ઘડતર એ દ્વિરેફની વાર્તાકાર તરીકેની લાક્ષણિક તાઓ છે. ‘મુકુંદરાય’, ‘ખેમી' જેવી એમની ઘણી વાર્તાઓ પ્રભાવક બનેલી છે. એમનું નાટ્યસર્જન વિદ્યાર્થીઓને ભજવવા માટેની કૃતિઓ પૂરી પાડવા માટે થયેલું હોઈ કેવળ પ્રાસંગિક છે. અનુદિત નાટ રચનાઓ અને નાટ્યાંશને પણ સમાવતા મરણોત્તર સંગ્રહ ‘કલાંગાર અને બીજી કૃતિઓ' (૧૯૫૯)માં અનુક્રમે સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા લઈને આવતી ‘કુલાંગાર’ અને દેવી કે રાક્ષસી?’ એ બે નોંધપાત્ર મૌલિક રચનાઓ છે, જે અગાઉ ‘દ્વિરેફની વાતો'- ભા. ૩માં ગ્રંથસ્થ થઈ હતી. ‘પ્રસ્થાન’ના પ્રકાશન અંગે હળવી શૈલીએ થયેલાં ખુલાસરૂપ લખાણો વાચકોને ગમી જવાથી આવા લખાણને સામયિકનું એક નિયમિત અંગ બનાવીને એમણે ‘વૈરવિહારી'ના ઉપનામથી લખવામાંડેલું, તેના બે સંગ્રહ ‘વૈરવિહાર’ ભા. ૧ (૧૯૩૧) અને ‘વૈરવિહાર'- ભા. ૨ (૧૯૩૭) થયા છે. ‘વૈરવિહાર’ નામને અનુરૂપ આ લખાણોમાં વિષયવસ્તુ તેમ જ નિરૂપણશૈલી બંને પરત્વે લેખકે કોઈ પણ બંધને સ્વીકાર્યા નથી અને સાહિત્ય, સમાજ, ધર્મ, રાજકારણ, કેળવણી, મનુષ્યસ્વભાવ વગેરે વિષયો અંગેની ચકાથીમાંડીને નિબંધ પ્રકાર સુધીની રચનાઓ આપી છે. કયાંક કયાંક પ્રાસંગિકતા, વિશૃંખલતા અને હેતુલક્ષિતા પ્રગટ કરતાં આ લખાણો ઉપહાસ, કટાક્ષ, કરુણા, રોષ આદિ વિવિધ ભાષાચ્છટાઓ, તાર્કિક ને વાચિક વિલક્ષણ અભિવ્યક્તિપ્રયોગો તથા લેખકની તીણ બૌદ્ધિકતા, સૂક્ષ્મ સંવેદનશીલતા ને રમતિયાળ, કલ્પકતાને લીધે ગુજરાતી નિબંધસાહિત્યમાં પોતાનું ચોક્કસ સ્થાન મેળવી લે છે. આ સર્જક માત્ર સાહિત્યના નહીં, પણ વિશાળ જીવનના ઉપાસક છે. એમના વિવેચનસંગ્રહોમાંયે કલા અને સંસ્કારની વિવિધ પ્રવૃત્તિઓ વિશેનાં એમનાં વિચારસંક્રમણો થયેલાં છે, પરંતુ ‘મનો વિહાર' (૧૯૫૬) એમની તેજસ્વી વિચારકતાનો ગાઢ પરિચય કરાવે છે. મનોવિહાર'માં અનેક વિષયો પરત્વેનો એમનો ગંભીર વિચારવિમર્શ રજ થયો છે. તે ઉપરાંત એમાં વ્યક્તિચિત્ર, સ્થળ વર્ણન વગેરે પ્રકારની રચનાઓ પણ મળે છે. પ્રમાણશાસ્ત્રના અધ્યાપક તરીકે તૈયાર કરેલી ‘પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા (૧૯૨૨), આચારધર્મનું નિરૂપણ કરતી ‘નિત્યનો આચાર’ (૧૯૪૫) અને યુરોપીય વાર્તાઓનો અનુવાદ ‘ચુંબન અને બીજી વાતો' (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૪; બી. આ. : ‘વામા’ નામે) એ એમના અન્ય ઉલ્લેખનીય ગ્રંથો છે. આ સિવાય કાવ્યશાસ્ત્ર અને ‘આનંદમીમાંસા' પરની લેખમાળા જેવી એમણે આપેલી કેટલીક ઉપયોગી સામગ્રી ગ્રંથસ્થ થવી બાકી છે.