લીલુડી ધરતી - ૨/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.



લીલુડી ધરતી
ભાગ બીજો






ચુનીલાલ મડિયા





એવું રે તપી રે ધરતી એવું રે તપી
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી.
(‘સરવાણી’)         પ્રહ્‌લાદ પારેખ





નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧

Leeludi Dharati : Gujarati Novel
by : Chunilal Madia
Published by : N. S. Mandir,
         Bombay−2, & Ahmedabad−1
© Daksha Madia

પુનર્મુદ્રણ : ૧૯૮૯


કિંમત : રૂ. ૫૧−૦૦
સેટનું મૂલ્ય રૂ. ૧૦૦−૦૦


પ્રકાશક :

ધનજીભાઈ પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ−૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ−૩૮૦ ૦૦૧


મુદ્રક :
ડાહ્યાભાઈ એમ. પટેલ
મધુ પ્રિન્ટરી
આનંદમયી ફ્લૅટ્સ (ભોંયરામાં),
ગલા ગાંધીની પોળના નાકે,
દિલ્હી ચક્લા, અમદાવાદ−૧


નિવેદન
(પહેલી આવૃત્તિ)

‘જન્મભૂમિ’ દૈનિકમાં ૧૫મી નવેમ્બર ૧૯૫૬ થી ૧૪મી સપ્ટેમ્બર ૧૯૫૭ સુધી હપ્તે હપ્તે પ્રગટ થયેલી આ નવલકથાના લેખનમાં નિમિત્ત બનાવવાનો યશ એ અખબારના તંત્રીને ફાળે જાય છે. શ્રી સોપાને ‘જન્મભૂમિ’માં ચાલુ વાર્તા લખવાનો આગ્રહ ન કર્યો હોત — અથવા તો, એ સૂચન કર્યા પછી ચારેક મહિના સુધી મેં સેવેલા પ્રમાદ દરમિયાન એમની ધીરજ ખૂટી ગઈ હોત — તો આ કૃતિ ભાગ્યે જ આકાર પામી હોત. વળી, આરંભમાં, પાંચ-છ મહિનામાં પૂરી કરવા ધારેલી આ વાર્તા બમણો સમય ચાલી એ દરમિયાન પણ સંસ્થાના સંચાલકોની ધીરજ ખૂટી ન ગઈ, અને અઠવાડિક હપ્તાઓ તૈયાર કરવામાં મારી લગભગ અક્ષમ્ય ગણાય એવી અનિયમિતતા પણ નિભાવી લીધી, એ બદલ એમનો આભારી છું.

‘જન્મભૂમિ’ના સંપાદકો—અને મારા ભૂતપૂર્વ સાથીઓ—શ્રી હિંમતલાલ પારેખ, શ્રી મનુભાઈ મહેતા અને શ્રી મગનલાલ સતીકુમારે આ વાર્તાના લેખનમાં બહુ ઊંડો રસ લીધો છે તથા એના હપ્તાવાર પ્રકાશનની ઉમળકાભેર માવજત કરી છે એની નોંધ લઉં છું.

હપ્તાવાર મુદ્રણ દરમિયાન શ્રી જીવણલાલ જાની અને એમના સાથીઓએ તથા ગ્રંથપ્રકાશનમાં શ્રી ગોપાળરાવ વિદ્વાંસ અને ગ્રામલક્ષ્મી મુદ્રણાલયના કાર્યકરોએ જોડણીશુદ્ધિની જવાબદારી ઉઠાવીને મારું કામ ઘણું જ સરળ કરી આપ્યું છે.

સપ્ટેમ્બર, ૧૯૫૭ : મુંબઈચુનીલાલ મડિયા

નોંધ મારા પતિએ આ નવલકથામાં કોઈ ફેરફાર વિચાર્યો કે નોંધ્યો ન હતો. એથી આ કેવળ પુનર્મુદ્રણ છે.

દક્ષા મડિયા