લોકમાન્ય વાર્તાઓ/મજિયારી પછીતના પથ્થરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મજિયારી પછીતના પથ્થરો

‘કોના વાંઝિયાના હાથ ભાંગ્યા?’ ગોદાવરીના મોંમાંથી ગાળ છૂટી સાંભળીને જયરામ સંધ્યા અધૂરી મેલીને ઊભો થઈ ગયો. ‘શું છે? મનમાં માણી રહી; કોઈને આ સુખદ પરિવર્તનના સમાચાર પણ તે ન આપી શકી. કિલનિક બહાર મોટર તૈયાર હતી, પણ મોટર સુધી પહોંચવા માટે કૌશિકને લાકડાની કાખઘોડીની જરૂર પડશે એમ સહુ માનતાં હતાં. કૌશિકે કિલનિકનાં કપડાં ઉતારીને પોતાનાં કપડાં પહેરી લીધાં. બહાર પડેલી બીજી મોટરમાં સહુ ગોઠવાઈ ગયાં અને મંદાકિનીને સૂચના અપાઈ કે કૌશિકને ધીમે ધીમે દોરીને બહાર લઈ આવે. પણ કૌશિક અને મંદાકિની નીકળ્યાં ત્યારે સહુએ જે દૃશ્યની અપેક્ષા રાખી હતી એના કરતાં જુદા પ્રકારનું દૃશ્ય જોવા મળ્યું. લાકડાની કાખઘોડી કૌશિકના દુખતા પગની ડાબી બાજુની કાખમાં હોવાને બદલે મંદાકિનીના હાથમાં છુટ્ટી ટેનિસના રેકેટની જેમ રમતી હતી. કૌશિકે એવી સ્થૂળ કાષ્ઠ-ઘોડીનો ટેકો લેવાને બદલે જીવતી જાગતી ટેકણ-ઘોડી મંદાકિનીના ખભાનો જ ટેકો લઈ લીધો હતો. જેને ટેકે ટેકે આખું જીવતર પસાર કરવાનું હતું એનો ઉચિત ઉપયોગ એણે કરી લીધો હતો! લાકડાની ઘોડીને બદલે સાચો ટેકણ-સહારો અપંગ કૌશિકને મળી ચૂક્યો હતો. બન્ને જણ બહાર આવ્યાં ત્યારે કિલનિકની સામેના કમ્પાઉન્ડના બગીચામાં એક ઢેલ સામે મોરે પોતાની કળા કરીને નર્તન માંડ્યું હતું. • કોણ છે?’ પૂછવા લાગ્યો. ‘કોણ હોય બીજું? આ તમારા કહઈ જેવાં કટમ્બી!’ બોલતાં બોલતાં પણ ગોદાવરીના હોઠ ક્રોધમાં ધ્રૂજતા હતા, છતાં કસાઈ જેવાં એ કુટુમ્બીઓને શાપ આપવાનું એ ચૂકી નહીં. ‘એનાં કાંધ કૂતરાં ખાય!’ ‘શું થયું પણ અટાણે સીંજા ટાણે આ…’ જયરામને હજી મામલો સમજાયો નહોતો. ‘થાય શું બીજું? આ પછીતને મૂઆ પોલી ભમ કરી નાખશે. કોશ ને કોદાળી લઈ લઇને વાંઝિયા ટોચી રિયા છે. તમે તો સીંજા કરવા બેસો એટલે દુનિયા લૂંટાઈ જાય તોય સાંભળો નહીં. પણ મારા માથા સોંસરવા ધબકારા પહોંચ્યા…!’ આટલું સંભાષણ અને એમાંના શાપવચનો જીકોર જીરવી ન શકી. હાથમાં લોઢાની ચૂંક અને દસ્તા સાથે જ એ બહાર દોડી આવી. દુશ્મન પટમાં આવે અને પ્રતિસ્પર્ધી યોદ્ધાને શૂરાતન ચડે એવું જ શૂરાતન ગોદાવરીને ચડ્યું. બોલી: ‘જાય રે તમારું નખ્ખોદ! આવડો અધમણો દસ્તો મારી ભીંત ખોખરી જ કરી નાખે ને?’ જીકોરનો અવાજ પ્રમાણમાં શાંત અને સ્વસ્થ હતો, પણ એના શબ્દો ટાઢા ચાંપે એવા હતા. ‘નખ્ખોદ તો જાશે બોલવાવાળાનું જ. પણ દીવાનું મોઢિયું ટાંગવા ભીંતમાં ખીલીય ન ખોડવી અમારે? ક્યાં તમે સુવાંગ લખાવીને આવ્યાં છો? સહિયારી પછીતમાં સહુને સરખો ભાગ હોય..’ ‘સહિયારી છે એટલે કોશકોદાળી લઈને ટોચી નાખવી એમ ને? કાલ સવારે તો તમે ફાંકું પાડીને ખાતર પાડશે. કોના સારુ થઈને આટલા કજિયા ઊભા કરો છો? વાંસે કોઈ વાસ નાખનારું તો છે નહીં…’ છેલ્લા વાક્યમાં ગોદાવરીએ જીકોરના લાગણીતંત્રના મર્મસ્થાન ઉપર નિશાન નોંધ્યું હતું. આધેડ અવસ્થા વટાવ્યા પછી પણ જીકોર નિ:સંતાન હતી. ગોદાવરીના એક જ ટોણાએ એને અણુએ અણુમાં સળગાવી મૂકી. અનેક સામટા શાપ એની જીભે આવીને અટકી ગયા; અનેક ગાળો ગળામાં જ જાણે કે અટવાઈ ગઈ. જીકોરની છાતીમાં ડૂમો ભરાયો હતો. અત્યારે કાશીનાથ બહારગામ કથા કરવા ગયો હતો, એ આ પ્રસંગે હાજર હોત તો સારું થાત એમ એ મનમાં ને મનમાં ઇચ્છી રહી. કાશીનાથ હોત તો જરૂર આ વંતરી દેરાણીનાં જડબાં તોડ્યાં હોત. છાતીમાં ડૂમો સહેજ હળવો થતાં જીકોરે જવાબ આપ્યો: ‘કોઈ વાસ નાખનારું નથી તો એની તારે ચન્ત્યા ન કરવી. પંડ્યાની વાંસે કાગડા ઊડ્યા વિના નહીં રહે! કંડોળિયાની નાતમાં ઘણાંય ખોરડાં છે…’ ‘એમ નાતીલાને હાથે કાગડા ઉડાડ્યે તમારી ગત્ય થશે જાણે! આ ઓશરીને ખોરડે કોઈ નાતીલો ખીરપૂરી મેલવા તો આવે! ટાંટિયો જ વાઢી નાખું…’ જીકોર હજી ઠંડે કલેજે જ ગોદાવરીને ટાઢા ચાંપતી હતી. ‘ગામમાં નાતીલાનાં ખોરડાં ક્યાં ઓછાં છે? શરાદ તો નદીને કાંઠે થાય તોય પિતરુને પહોંચે…તારા ખોરડામાં લાગે લાલબાઈ!’ અને ગોદાવરીનો મિજાજ બેકાબૂ બન્યો. ગાલિપ્રદાન વડે જીકોર અને કાશીનાથની સાત સાત પેઢીઓની સામટી ખબર લઈ નાખવામાં ભાષાની સઘળી વ્યંજના-શક્તિને એણે કુમકે બોલાવી અક્કેકથી ચડિયાતાં વેણ બોલવા માંડ્યાં. આ સાંભળીને આસપાસ લોકોની સારી એવી ઠઠ જામી ગઈ. પડોશીઓએ ઠીઠિયાં કર્યાં. છોકરાંની ભૂંજારે હુરિયો બોલાવ્યો, પણ જીકોર તો કાશીનાથની ગેરહાજરીમાં મનમાં જ સમસમતી હતી. કાશીનાથ અને જયરામ માના જણ્યા સગા ભાઈઓ હતા, પણ એક કાળચોઘડિયે બન્ને વચ્ચે એવી તો અટંસ પડી ગઈ કે આજે વર્ષોથી બન્નેએ એકબીજાના ગોળાનાં પાણી હરામ કર્યાં હતાં. કાશીનાથ ક્રોધી અને તામસી પ્રકૃતિનો માણસ હતો, તો જયરામમાં ભારોભાર જિદ્દીપણું ભર્યું હતું. એમાં એક દિવસ કાંઈક ધૂળ જેવી વાતમાં જીકોર અને ગોદાવરી વચ્ચે કજિયો થયેલો અને એમાંથી બન્ને ભાઈઓ પણ ઝઘડી પડ્યા. ગામલોકોને હજી પણ એ પ્રસંગ યાદ છે, જ્યારે મેડીના માઢમાં બન્ને ભાઈઓ યજમાનની ફાળવણી કરતા કરતા હાથોહાથની લડાઈએ આવી ગયેલા અને કાશીનાથે માઢની બારીમાંથી જ જયરામના ભાગની ઘરવખરીનો બારોબાર રસ્તા પર ઘા કરીને જયરામને જુદો કરેલો. પછી તો બન્ને ભાઈઓને વેરઝેર હાડોહાડ વ્યાપી ગયાં અને અજાણ્યાને તો માનવું પણ મુશ્કેલ થઈ પડે કે આ બન્ને ભાઈઓ એક જ માનું ધાવણ ધાવ્યા છે. ઘર, ઓશરી તેમ જ ફળિયાની ફાળવણી કરીને આડી એક દીવાલ ચણી લેવી પડી. ડેલીમાંથી બહાર જવાનાં છીંડાં પણ બન્નેએ અલગ રાખેલાં. કુટુમ્બીઓની પરસ્પર દાઝ એટલી વધી કે સવારમાં ઊઠીને આ મજિયારી પછીતનાં અપશુકનિયાળ દર્શન થતાં ટાળવા બન્નેએ પોતપોતાની દિશામાં એકેક ગણપતિની મૂર્તિ એ પછીતમાં બેસાડી હતી. આ રસભરી હકીકતને તો ગામલોકો કુટુમ્બકલહની વાતમાં ઉદાહરણ રૂપે ટાંકતાં. મોડી રાતે કાશીનાથ કથા પતાવીને ઘેર આવ્યો. જીકોરે માંડીને વાત કરી. પતિના તામસી સ્વભાવને વધારે તપાવવાની જીકોર કને અજબ આવડત હતી. બિચારો જયરામ તો બાળોભોળો છે; પણ સઘળા મૂળ કલહનું કારણ તો પેલી પારકી જણી ગોદાવરી જ છે, એમ જીકોરે દાખલાદલીલો વડે પુરવાર કર્યું. અને પછી એને મોંએથી પોતાને સાંભળવા મળેલ વાંઝિયામેણાની વાત કરી ત્યારે તો કાશીનાથનો ક્રોધાગ્નિ સહસ્ર જીભે પ્રજવળી રહ્યો. ‘વંતરી ગોદલીને પણ મારા જેવી જ કરી મૂકો, નાથ!’ જીકોર ગોદાવરીને ગેરહાજરીમાં ‘ગોદલી’ કહેતી અને કાશીનાથ માટે પૂજ્યભાવથી ‘નાથ’ સંબોધન વાપરતી. ‘ગોદલીને મારા જેવી જ કરી મૂકો, નાથ!’ વૈરાગ્નિએ ચમકતી કાશીનાથની આંખોમાં એક નવી ચમક ઉમેરાઇ. ગોદાવરીનો એકનો એક કિશોર વયનો પુત્ર મહેશ્વર એની નજર સમીપ ખડો થયો અને અનેક આસુરી વિદ્યાઓના સાધક કાલભૈરવ સમો કઠણ છાતીવાળો કાશીનાથ પણ એક ક્ષણ માટે ધ્રૂજી ઊઠ્યો. ‘નાનેરા ભાઇના પુત્રનું, સગા ભત્રીજાનું મારે હાથે જ ભક્ષણ? ના, ના!’ કાશીનાથના દિલમાં એક કંપારી પસાર થઈ ગઈ. પણ જીકોર એમ જાય એવી નહોતી. પતિના હૃદયમાં પ્રગટાવેલા વૈરાગ્નિમાં એણે એક પછી એક ઇંધણ ઉમેરવા માંડ્યાં. ‘આપણી પાછળ કોઈ વાસ નાખનાર નહીં, શરાદ કરનાર નહીં, કાગડા ઉડાડનાર નહીં? નાથ! પંડ્યાના ગોત્રના છતાં વારસે વંશ જશે? જયરામ જીવતો હોય તોય આપણને સદ્ગતિએ ન પહોંચાડે.’ અને છલ્લે એ જ ધ્રુવપદ ઉમેર્યું: ‘જયરામને પણ તમારા જેવો જ કરી મેલો, નાથ!’ ‘મારું એ ગજું નહીં!’ કાશીનાથ લાંબા મૌન પછી એક જ વાક્ય બોલ્યો. ‘તમારી આટઆટલી વિદ્યા શા ખપની? મહાભૈરવ-પ્રયોગ ક્યારે ખપ આવશે?’ જીકોરે આગ્રહ ચાલુ રાખ્યો. ‘મહાભૈરવ-પ્રયોગ તો કાચા પારા જેવો છે. એની અજમાયશ તો જીવનભરમાં એક જ વાર થઈ શકે અને તે કર્યા પછી મારી સઘળી વિદ્યાઓનું વિસર્જન થઈ જાય…એ તો આખી જિંદગીને જુગારમાં મેલવા જેવું છે.’ ‘ભલે બધી જ વિદ્યાઓનું વિસર્જન થઈ જાય; ભલે મારી ને તમારી બેયની જિંદગી જુગારમાં મુકાઈ જાય; પણ મહેશ્વર ઉપર પ્રયોગ તો અજમાવવો જ!’ ‘મહેશ્વર ઉપર એ પ્રયોગ કરવા જતાં મને બેવડી હત્યા લાગશે. બાળહત્યા તો થશે જ, ઉપરાંત આપણા ગોત્રનો એ વારસ હોવાથી ગોત્રબીજહત્યા પણ મારે વહોરવી પડે. આવો હત્યારો જનમોજનમ રૌરવમાં જ સડે!’ ‘પણ આપણે જીવતાં જ રૌરવનાં દુ:ખ વેઠી રહેવા કરતાં એ પરભવનું રૌરવ વધારે સારું.’ જીકોર બોલવામાં બેફામ બનતી જતી હતી. કાશીનાથ વૈરાગ્નિ સાથે દ્વિધા પણ અનુભવી રહ્યો. ‘નાથ! તમે મને પુત્રસુખ તો આપી ન શક્યા પણ એની અવેજીમાં જે સુખ માગું છું…’ ‘ક્યું સુખ?’ ‘મહેશ્વરને મારી નાખવાનું…એ સુખથી પણ મને કાં વંચિત રાખો?’ ‘બહુ ભારે માગણી છે તમારી. ભૈરવ પ્રયોગનો અખતરો વિવેકબુદ્ધિથી જ થવો ઘટે. કવચિત્ જનકલ્યાણાર્થે જ થાય એ ઇષ્ટ ગણાય.’ ‘પહેલાં પત્નીનું તો કલ્યાણ કરો, પછી જનકલ્યાણ…’ ‘બહુ પાપ લાગશે હો!’ ‘ભલે લાગે. સહધર્મચારિણીને સહપાપાચારિણી પણ બનાવો તો પાપભાર ભારે નહીં લાગે…આ પાપકૃત્યનું નિમિત્ત મને ગણો…’ • શેરીમાં રમતા મહેશ્વરને શોધવા કાશીનાથ અંધારામાં બહાર નીકળ્યો ત્યારે જીકોરનું સ્ત્રીહૃદય વૈરતૃપ્તિના પરિતોષથી ઊછળતું હતું. મજિયારી પછીતમાં ખીલી ખોડવા જતાં જેને મોંએથી પોતાને વાંઝિયામેણું સાંભળવું પડ્યું હતું, તે ગોદાવરી અને જયરામ થોડી ક્ષણમાં જ પોતાના જેવાં દુખિયાં બની બેસશે એ શક્યતાએ જીકોરને ગાંડી ગાંડી કરી મૂકી. આજ સુધીમાં આ મજિયારી પછીતે અનેક કજિયા કરાવ્યા હતા પણ છેલ્લો કજિયો તો અસહ્ય હતો. પંડ્યાની ડેલીને ખોરડે હવે કોઈનાં ખીરપૂરી નહીં મુકાય, બેમાંથી કોઈ ભાઈની વાસ નહીં નખાય, પંડ્યાગોત્રનો પ્રાણપ્રવાહ સમૂળો અટકી જશે, એ કલ્પનાએ જીકોરનું વિકૃત માનસ આહ્લાદ અનુભવતું હતું. ઘડીએ ઘડીએ એને ‘કાશીનાથ આવ્યો!’ એવા ભણકારા વાગતા હતા. હમણાં એ આવશે અને મહેશ્વરનું કાસળ કાઢી નાખ્યાના શુભ સમાચાર આપશે, એ આશાએ એનું હૃદય થનગનતું હતું. કાશીનાથ આવ્યો, અને આવતાં વાર જ પછીતને અઢેલીને ઢગલો થઈ બેસી ગયો. એક અક્ષર પણ બોલવાના એને હોશ રહ્યા નહોતા. મહાભૈરવના મંત્રપ્રયોગમાં સપડાયેલા મહેશ્વરની કાળી ચીસ સાંભળવા માટે જીકોર આખા શરીરને એક કાન બનાવીને પ્રતીક્ષા કરી રહી હતી, એને બદલે એ કાનમાં કાશીનાથનો ઊંડો આર્દ્ર નિસાસો સંભળાયો. ‘શું થયું નાથ?…તમે ધરથી જ છાતીના મોળા રહ્યા!… મહેશ્વરિયાને…’ ‘હા. મહેશ્વર ઉપર મેં મંત્રપ્રયોગ શરૂ કર્યો. પણ મંત્રચ્ચાર અર્ધે પહોંચ્યો ત્યાં એણે મને ઓળખીને પ્રેમથી બોલાવ્યો: ‘મોટાભાઈ!’ ‘મારો પીટ્યો પટુડો!’ ‘હા, ખરેખર પટુ! પણ એ ગોત્રબીજનો – પંડ્યા પેઢીના લોહીવારસનો મીઠો અવાજ સાંભળતાં મારા લોહીના અણુએ અણુએ એને સામો હોંકારો આપ્યો…ને મારી જીભ થોથવાઈ…’ ‘પછી?’ ‘પછી શું? મંત્ર અધૂરો રહ્યો…હું એનું પ્રેમસંબોધન જીરવી જ ન શક્યો…અને પાછો આવ્યો…’ જીકોરની આંખે અંધારાં અટવાયાં. કશું વધારે પૂછવાની એને શુદ્ધિ ન રહી. કાશીનાથે પછીતની ઓથે માથું પછાડતાં એટલું જ કહ્યું: ‘મારી જીવનભરની વિદ્યાસાધનાનું આવું નિષ્ફળ વિસર્જન થઈ ગયું એ છોકરાના પ્રેમસંબોધન સમક્ષ!’ પછીતના મૂંગા પથ્થરો કાશીનાથના કાનમાં જાણે કે કહી રહ્યા હતા: ‘અમે કેવળ ઇંટચૂનાના બનેલા નથી,હો! અમારે પણ હૃદય છે, લાગણી છે, પ્રેમ છે…’