વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/E

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
E
Elan Vital (એલાં વિતેલ) જૈવ ઉત્સાહ ઉત્ક્રાંતિની પ્રક્રિયાનો, જીવનની ઊર્જાનો આ પ્રેરક સિદ્ધાંત છે, જે ચેતન જગતને અચેતન જગતથી જુદું પાડે છે. બર્ગસોંનો આ તત્ત્વવિચાર છે જેમાં સર્જક ઊર્જાને કારણે જીવંત વસ્તુ ભૌતિક રૂપ ઘડે છે અને પોતે વિકસે છે તેમજ જરૂરી કે ઇચ્છનીય અનુકૂલન સાર છે.
Emoticism ભાવવાદ મૂલ્યનિર્ણયો ભાવાત્મક રીતે પ્રભાવિત હોય છે એ હકીકત કે સત્ય અંગેનાં વિધાનો નથી.
Emplotment કથાંકન ઇતિહાસની ઘટનાઓના સહવિન્યાસ દ્વારા રચાતું કોઈ કથામાળખું કે રચાતો કોઈ કથાદોર. ઇતિહાસકાર અંગે એવી પણ એક વિભાવના છે કે એણે ઘટનાઓની શ્રેણીને રંગદર્શી, સુખાંત કે દુઃખાંત કે વક્રતાપૂર્ણ કથામાં રૂપાંતરિત કરવાની છે. આ વિભાવના બધા ઇતિહાસોને કથાંકન સમજે છે.
Endism અંતવાદ ઇતિહાસ જેવી ઘટનાનો અંત સૂચવતા ઘણા સિદ્ધાંતો વીસમી સદીના અંતભાગમાં ઊભા થયા, જેમાં ફ્રાન્સિસ કુકુયામાએ એવી દલીલ કરી છે તે સામ્યવાદનું પતન ઇતિહાસનો અંત સૂચવે છે કારણ કે ઉદાર મૂડીવાદે વૈશ્વિક રાજકારણી સંઘર્ષમાં વિજય મેળવ્યો છે. અલબત્ત, અનુઆધુનિકતાવાદ આ સંદર્ભે દ્વિધાપૂર્ણ છે. એક બાજુ એ નવી સંસ્કૃતિની રચનાનો દાવો કરે છે, તો બીજી બાજુ ભૂતકાળ સાથે સંવાદ સાધી જૂનાં કલારૂપોને પુનર્જીવિત કરવા ઇચ્છે છે.
Environmental art પરિવેશકલા વિશિષ્ટ રીતે સર્જેલા સ્થળથી કે રંગભૂમિની ઘટનાથી પ્રેક્ષકને સંડોવતી કલા.
Erlebte rede જુઓ, FIS.
Erotology શૃંગારવિદ્યા શૃંગારમૂલક કલાસાહિત્યના અભ્યાસની શાખા.
Eurocentrism યુરોપકેન્દ્રિતા અન્ય ખંડોને ઉપેક્ષિત રાખી યુરોપની વિચારધારાઓ, લાક્ષણિકતાઓ અને એના સાહિત્ય પર કેન્દ્રિત વૃત્તિ. ગ્યોથેએ આનો વિરોધ કરેલો.
Excarnation તત્ત્વધારણ ઈવે બોનફોયે મેલાર્મે માટે લાગુ પાડેલી સંજ્ઞા, અહીં એવી પ્રક્રિયાનો સંકેત છે કે જે બધી વસ્તુઓને અમૂર્તતા, તાત્ત્વિકતા અને નિર્જીવતા તરફ ધકેલે છે.
Expletives પાદપૂરકો અર્થમાં કશોક વિશેષ ન ઉમેરતાં શબ્દો કે વાક્યો.
Extensional theory વિસ્તૃતિ સિદ્ધાંત જુઓ, Intensional Theory.
External Source Deviation જુઓ Internal Source Deviation
Extrinsic criticism બહિર્નિષ્ઠ વિવેચન કોઈ પણ કૃતિ ગમે એટલી સ્વાયત્ત હોવા છતાં એનો ઐતિહાસિક, સામાજિક, વૈયક્તિક કે યુગગત સંદર્ભ હોય છે. કૃતિ સાંસ્કૃતિક વસ્તુ છે અને તેથી કૃતિને કૃતિથી ઇતર તેમ જ ભાષાથી ઇતર પરિણામો પર લઈ જવા ઉત્સુક વિવેચન.