વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/U

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
U
Unanimism એકચિત્તવાદ ૧૯૨૦-૩૦ની આસપાસના ફ્રેન્ચ કવિજૂથને લાગુ પડતી સંજ્ઞા. આ વાદ વોલ્ટ વ્હિટમનના વિશ્વબંધુતાના સિદ્ધાંતોથી પ્રભાવિત હતો. મનુષ્યને વ્યક્તિ તરીકે અને સમાજના અંગરૂપે તેમ જ સમાજને અન્ય સમાજોના સંદર્ભમાં જોવાની એની દાર્શનિક પીઠિકા છે. આ વાદના પ્રમુખ લેખકોમાં ઝૂલ રોમાં અને જોરજિઝ દ્યુમેલનો સમાવેશ થાય છે.
Underlexicalization અલ્પશબ્દકરણ શબ્દભંડોળ અંગેના મનોભાષાવૈજ્ઞાનિક સિદ્ધાંત અંતર્ગત આ સંજ્ઞાનું સ્થાન છે. અપરિચિત વસ્તુ માટે ભાષકનું શબ્દભંડોળ કમ પડતાં અથવા તો એને માટેની સંજ્ઞા હાથ ન ચડતાં સંકુલ વાક્યખંડ દ્વારા એની ઓછા શબ્દોમાં અભિવ્યક્તિ થાય છે. આ અલ્પશબ્દકરણની ક્રિયામાં ‘શબ્દગત દમન’ છે. આનાથી ઊલટું કોઈ એક વિચાર કે વસ્તુ માટે ઘણી બધી સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે, એમાં ઘણા બધા પર્યાયો અને અર્ધપર્યાયો સમાવવામાં આવે ત્યારે એ અતિશબ્દકરણ(Overlexicalization)ની ક્રિયા છે. પદલોપ અને પદલોભ દ્વારા આ બંને ક્રિયાઓ જોઈ શકાય છે.
Ut pictura poesis ‘જેવી ચિત્રકલા તેવી કવિતા’ હોરેસે આપેલી સંજ્ઞા છે. આ સિદ્ધાંત કવિતાના વર્ણનસામર્થ્ય પર ભાર મૂકી ચિત્રકળા સાથે એને સરખાવે છે.
Utterance ઉક્તિ જુઓ, Statement.