શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૧૩. વિશ્વકોશ-ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૧૩. વિશ્વકોશ-ગીત


[1]

અહીં જ્ઞાનસૂર્ય સંચરે,
આપણું ચિત્ત પ્રકાશિત કરે…
અહીં જ્ઞાનયજ્ઞ સૌ કરે,
ચિત્તનું વિશ્વ વિકાસિત કરે…

શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે,
તર્ક-મર્મના સહજ વિકાસે,
જ્ઞાનામૃત નિર્ઝરે…
અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે…

ધન્ય ગુર્જરીની શુભ દૃષ્ટિ,
વિશ્વકોશની એવી સૃષ્ટિ :
તમસ-તાપ સંહરે…
અંતરે સુખ સમજણનું ઠરે…

રેવા-જળ-શી શક્તિદાયિની,
સત્ય-સંમુદા-મુક્તિદાયિની!
‘વિશ્વવિહાર’ જ કરે…
શીલ-સત્ત્વ સંભરે…
ગુર્જરી વિશ્વરૂપને વરે!…

(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૧૧૧)


1. ‘ગુજરાતી વિશ્વકોશ’નું કાર્ય કરતી સંસ્થા માટેનું ગીત ↵