સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/આ સંપાદન વિશે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આ સંપાદન વિશે

ગુજરાતીના અગ્રણી વિવેચકોના સમગ્ર વિવેચનકાર્યમાંથી, વિવેચનનાં જુદાંજુદાં રૂપો-સ્વરૂપોના એમના લેખોમાંથી ઉત્તમ પ્રતિનિધિ લેખો તારવીને, તે વિવેચકની એક સઘન મુદ્રા ઉપસાવી આપવાના આ ઉપક્રમમાં પ્રમોદકુમાર પટેલના લેખોનું આ સંપાદન તૈયાર કર્યું છે. પ્રમોદકુમાર પટેલનું સૈદ્ધાન્તિક વિવેચન મૂળગામી ચિકિત્સક દૃષ્ટિવાળું છે. એમનાં સર્વ પુસ્તકોમાંથી એવા મહત્ત્વના લેખો અહીં પહેલા વિભાગમાં મૂક્યા છે. બીજા વિભાગમાંના સ્વરૂપચર્ચાના લેખો પણ સિદ્ધાંતવિચા૨નો જ એક પ્રકાર છે પણ એને જુદો તારવીને રજૂ કર્યો છે. આ વિવેચકે વિવિધ રૂપે સર્વકાલીન ગુજરાતી સાહિત્યને, વિશેષે સમકાલીન સાહિત્યને તપાસ્યું છે. એવા લેખોમાંથી તારવીને મહત્ત્વના લેખો પ્રવાહદર્શન, સર્જક-અભ્યાસ તથા કૃતિવિવેચન-સમીક્ષા એવા વિભાગો થકી રજૂ કર્યા છે. છેલ્લે પ્રમોદકુમારનાં સર્વ પુસ્તકોની, દરેક પુસ્તકમાંના લેખોના નિર્દેશ સાથેની સૂચિ પણ મૂકી છે, એ જિજ્ઞાસુઓ તથા સંશોધકોને માટે ઉપયોગી નીવડશે.

– રમણ સોની