સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/સંપાદક-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંપાદક-પરિચય

અનંત રાઠોડ

Anant Rathod Poet.jpg


અનંત રાઠોડ (જન્મ. ૧૯૯૪) ગુજરાતી ભાષામાં ઓછું પણ ખૂબ ગુણવત્તાપૂર્વકનું કામ કરીને જાણીતા થયેલા ગઝલકાર, લેખક, સંપાદક અને આર્કાઇવિસ્ટ છે. સાબરકાંઠા જિલ્લાનું ઈડર એમનું વતન. ૨૦૧૬માં અમદાવાદની એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી રસાયણશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. હાલ તેઓ દિલ્હીમાં સ્થિત રેખ્તા ફાઉન્ડેશનના ગુજરાતી વિભાગમાં સંપાદક તરીકે કાર્યરત છે. તેઓ એકત્ર ફાઉન્ડેશનના તંત્ર સંચાલકોમાંના એક છે. વિકીપિડિયા જેવા સામૂહિક માધ્યમ ઉપર એમણે અનેક સુસંશોધિત લેખો લખીને ગુજરાતી સાહિત્યકારો વિશેની અધિકૃત માહિતી સુલભ કરાવી આપી છે. એમની કવિતામાં ઉદાસી ખૂબ તીણા સ્વરે ઘૂંટાયેલી છે. નિતાંત એકલતા અને તેની સામે પડેલી જિજીવિષા તેમની કવિતાનું એક ઉપકારક પાસું છે. તેમની ગઝલોમાં થતો કારુણ્ય, આક્રોશ, અને બૈભત્સ્યનો ત્રિમેળ ગુજરાતી ગઝલના ચિત્રમાં નવો આકાર ઉમેરે છે. જીવનની સંકુલ ક્ષણોની બહુપરિમાણીતાને ગઝલ જેવા ટૂંકા પ્રકારમાં ખેડવામાં તેઓ સફળ રહ્યા છે. એમની કવિતાનું ઉદ્ગમ તેમની આત્મલક્ષીતા છે, પરંતુ એમના કવ્યની બહુલતા સર્વ વાચકોને પોતીકી જગ્યા બનાવી આપી આવકારે છે. – ચિંતન શેલત
કવિ, વાર્તાકાર, અનુવાદક