સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/આવ્યો છું
Jump to navigation
Jump to search
ભુલાતી પ્રેમમસ્તીની કહાની લઈને આવ્યો છું,
‘કલાપી’, ‘બાલ’ની અંતિમ નિશાની લઈને આવ્યો છું....
તમોને ભેટ ધરવા ભરજવાની લઈને આવ્યો છું,
મજાના દી અને રાતો મજાની લઈને આવ્યો છું....
સિતારા સાંભળે છે શાન્તચિત્તે રાતભર, ‘ઘાયલ’
ઉદાસ આંખો મહીં એવી કહાની લઈને આવ્યો છું.