સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/“સો વરસનો થા!”
Jump to navigation
Jump to search
આજ તો છેને એવું બન્યું —
એવું બન્યું, બા!
ચાટલામાં હું જોવા જાઉં,
શું હું જોતો આ? —
સફેદ માથું, સફેદ દાઢી,
સફેદ મોટી મૂછો!
ગભરાઈ જતાં જતાં મેં તો
સવાલ તરત પૂછ્યો :
હસે છે મારી સામે લુચ્ચું
કોણ રે કોણ છે તું?
ચાટલામાંથી પડ્યો પડઘો
તરત ઘડી : “તું!”
આ તો નવી નવાઈ, આવું
બનતું હશે, બા?
બા હસી બેવડ વળી કહે :
“સો વરસનો થા.”