સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/ખોવાઈ ગયું
Jump to navigation
Jump to search
જ્યાં દૃષ્ટિ પડે ત્યાં દારુણ દવ, ને કાન પડે ત્યાં કોલાહલ :
અફસોસ, તમારી ધાંધલમાં એક સપનું મુજ ખોવાઈ ગયું!...
અમૃત તો હાથે ન્હોતું ચઢયું, પણ નીર હતું નિર્મળ થોડું :
દુર્ભાગ્ય જુઓ, રે તેય હલાહલ સંગાથે ઘોળાઈ ગયું!...
હું પૂછું : પુષ્પો પથ્થરમાં એકાએક શેં પલટાઈ ગયાં,
ને અબીલગુલાબ તણું અર્ચન શેં પંકે ઝબકોળાઈ ગયું!