સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/એક પણ સુકૃત્ય કર્યું હોય તો…
Jump to navigation
Jump to search
ગાંધીજીને હું તો ક્રાંતિકાર તરીકે જ ઓળખતો હતો. આશ્રમમાં જોડાયા પછી પહેલા આઠ દિવસ મેં એમની ઓછી ઊલટતપાસ નથી ચલાવી. પણ મેં જ્યારે જોયું કે જીવનનાં સઘળાં અંગોનો તેમણે પરિપૂર્ણ વિચાર કર્યો છે, ત્યારે મારું હૃદય, મારી બુદ્ધિ, મારી કાર્યશક્તિ મેં એમને ચરણે ધરી. તે પછી કોઈ દિવસ હું પસ્તાયો નથી. મારા જીવનમાં મેં એક પણ સુકૃત્ય કર્યું હોય, તો તે હું ગાંધીજીની સાથે ભળી જઈ શક્યો તે છે.