સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જિતુભાઈ પ્ર. મહેતા/ઉબેણની ઝાંખી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          મુંબઈ : ૨૬-૦૨-૧૯૩૭ ઘણું વ્હાલા મેઘાણીભાઈ, We will go game and die dancing [રમીશું-ખેલીશું અને નાચતાં નાચતાં મોતને ભેટીશું] એવો વખત લગભગ આવી ગયો છે. ‘આજકાલ’ [અઠવાડિક] છલાંગ મારી શક્યું નથી. કેટલાંક પતંગિયાં બે રાત જ જીવે છે. અમે ખૂબ કામ કર્યું, slaves of freedem [સ્વાતંત્રયના ગુલામો]નો હોદ્દો મહાલી લીધો. હું તો સોળમા વરસથી ઘેરથી નીકળી “રાની પંખીડું” થઈ ઊડી નીકળ્યો છું. ઘણી નોકરીઓ કરી. આ સાહસમાં ખૂંતી રહેવાની મુરાદ હતી, પણ નથી બન્યું. રવિભાઈ [મહેતા]ને મેં તમારું સરનામું નીચે પ્રમાણે આપેલું : C/o ઉબેણ નદી, સ્વચ્છ કાંઠો, કાઠિયાવાડ. તમારા ઉબેણના વર્ણન પછી એમ લાગવા માંડયું છે કે I am a worm without having a glimpse at Uben. [ઉબેણની ઝાંખી ન થાય ત્યાં સુધી આ જીવન કીડા જેવું જીવું છું.] આ નદી ખરેખર વહે છે તો ખરી ને?


લિ. તમારો જ જીતુ


[‘લિ. હું આવું છું’ પુસ્તક : ૨૦૦૪]