સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/પી લઈએ
Jump to navigation
Jump to search
સૂર્યની ડાળથી ખરે તડકો
જિંદગી ફાંટમાં ભરે તડકો
ઝીણા ઝાકળમાં ઓગળે તડકો
કાગડા ઘાસમાં ચણે તડકો
હૈયે હૈયે ઉમંગ છલકાવે
મસ્ત કલરવ બની વહે તડકો
કાલે આવો ગુલાબી ક્યાં મળશે
આજ પી લઈએ આપણે તડકો.…
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]