સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પી. એન./ધરપકડ
Jump to navigation
Jump to search
વિખ્યાત ફ્રેન્ચ વિચારક ઝાં પોલ સાર્ત્રો એક વાર પારી(સ) શહેરમાં ‘ધરણા’ કરેલ. રાજધાનીના મૅજિસ્ટ્રેટની એમને પકડવાની હિંમત ન ચાલી, અને ફ્રાંસના ગૃહપ્રધાન પાસે એમણે એ બાબત રજૂ કરી. પ્રધાને રાષ્ટ્રપતિ દ’ ગોલની સૂચના માગી. “દ’ ગોલ ફ્રાંસની ધરપકડ કરી શકે નહિ,” રાષ્ટ્રપતિએ ઘોષણા કરી.