સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પોલા હેમલીન/વાવાઝોડું અને કિશોર
Jump to navigation
Jump to search
એક ભયાનક વાવાઝોડું આવ્યું ત્યારે અમારા ગામમાં વૃક્ષો પડી ગયેલાં, છાપરાં ચૂવા માંડેલાં ને દિવસો સુધી વીજળી બંધ પડી ગયેલી. તેવામાં એક દિવસ પવનના સુસવાટા સોંસરવો બારણે ટકોરાનો અવાજ સંભળાયો. અંધારે હાથે ફંફોસતાં દરવાજો ખોલીને જોયું તો અમારો છાપાનો કિશોર ફેરિયો સ્મિત કરતો ઊભો હતો. “આવા દિવસોમાં બીલ ઉઘરાવવા નીકળવું બહુ આકરું પડતું હશે, નહીં?” મારી બાએ પૂછ્યું. “ના રે, ના,” એણે જવાબ વાળ્યો. “અત્યારે તો બધા ઘરાક ઘેર જ હોય છે!