સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“ગરીબ ખરાં... પણ છૈયેં ચેટલાં બધાં!”
Jump to navigation
Jump to search
એક લાખ કરોડની વર્ષોજૂની બેંકની ઉઘરાણી આપણા ઉદ્યોગપતિઓ ભરપાઈ કરતા નથી, તેમ છતાં આજનું બેંકનું માળખું દેવાળિયા ઉદ્યોગપતિઓ માટે નાણાંની કોથળી છૂટી મૂકે છે; પરંતુ કમરતોડ મજૂરી કરનાર, પરસેવો પાડનારને કોઈ બે કોડી પણ ધીરવા તૈયાર થતું નથી, ત્યારે પ્યાલા-બરણીવાળી ચંદાબહેન અકળાય છે. ૧૯૭૪ની એક સભામાં અકળાઈને ઇલાબહેનને કહે છે : “બેન, આપણે આપણી જ બૅન્ક કાઢોને!” ઇલાબહેને કહ્યું, “બેંક કાઢવી તે આપણા ગજા બહારનું કામ કહેવાય. આપણે તો ગરીબ છીએ…” અત્યાર સુધી હૈયાવરાળ ઠાલવતી ચંદાની હૈયાસૂઝ બોલાવે છે : “હા, ગરીબ છીએ, પણ છૈયેં ચેટલાં બધાં!” શ્રમિકોના સંગઠનનો પડઘો પાડનાર આ શબ્દો ‘સેવા’ની બેંકની સ્થાપનામાં પ્રેરક બન્યા.
આ બૅંક અંગેના અંગ્રેજી પુસ્તકનું મથાળું ‘We Are Poor, But to Many’ ચંદનબહેનની દેણ છે.