સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/જાગો જાગો જન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

જાગો જાગો જન, જુઓ, ગઈ રાત વહી;
રાત વહી ને ભોર ભઈ. — જાગો.
હિમડુંગરનાં શિખરો ઝળક્યાં,
મરક મરક વનરાઈ થઈ;
સાગર જાગ્યો ભૈરવ રાગે,
ઝરણ-જલે નવઝલક ધરી. — જાગો.
દૂરે દૂરે ઝાલર વાગે,
ક્યાંક બજી શરણાઈ રહી;
વન ઉપવનમાં ફૂલડાં જાગે,
પવન ફરે પમરાટ લઈ. — જાગો.
શ્યામલ-વરણી પલટી ધરણી,
તેજ તણા શણગાર કરી;
જાગે છે નવ જોમ ગગનમાં,
લાલ રંગ સહુ અંગ ધરી. — જાગો.
[‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ પુસ્તક]