સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/યાદ આવે
Jump to navigation
Jump to search
પાન ફરકે અને સઘળા પ્રસંગ યાદ આવે
સળીની ઠેસથી જંગલ સળંગ યાદ આવે…
મુકામ આમ તો થોડાક શ્વાસ છેટો હોય
ને વચ્ચે પાથરેલી છે સુરંગ યાદ આવે…
આમ ૧૯૪૦માં જન્મ્યો છું, રમેશ,
છતાં યુગોથી લડું છું આ જંગ યાદ આવે.
[‘સમર્પણ’ પખવાડિક : ૧૯૭૭]