સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“નહીં પરણું”
Jump to navigation
Jump to search
એક ભંગી યુવાન રઘા સાથે મારે નાનપણથી ભાઈબંધી. નાના હતા ત્યારે ઘણી જાતની વાતો કરતા, એમાં પરણવાની વાત પણ આવતી. અમને બીજાઓને તો ન પરણવાનો વિચાર જ આવતો નહીં. પણ ત્યારે રઘો કહેતો કે તે પરણવાનો નહિ. અમે કારણ પૂછતા, તો કહેતો: “હું પરણું તો મારી ઘરવાળીને મારે માટી (માંસ) લાવીને આપવી પડે. પણ એ મૂએલા ઢોરની માટી ખાય એ મને ગમે નહીં, અને તેને તો એના વિના ચાલે નહીં. એટલા માટે હું નહીં પરણું.”
આ પચાસ વરસ પરની વાત છે. આ રઘો હજી જીવે છે અને તે પરણ્યો નથી. આમ ભંગીમાંયે તપસ્વી છે. તો શું તેને ભંગી કહીને આપણે દૂર ઠેલીશું?