સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિવકુમાર નાકર ‘સાઝ’/મીઠલડી તું, મા!
Jump to navigation
Jump to search
ચંદરની શીતળતા મા, તારે ખોળલે
ને આંખોમાં ઝરમરતી પ્રીત,
હાલરડે ઘૂઘવતા સાત સાત સમંદર ને
કોયલ શું મીઠું તવ ગીત —
મીઠલડી, હેતાળી, ગરવી તું, મા!